જર્મનીમાં મહિલા-પુરૂષને એકબીજા કરતાં રોબોટ સાથે સેક્સ કરવાનું વધારે પસંદ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જર્મનીમાં મહિલા-પુરૂષને એકબીજા કરતાં રોબોટ સાથે સેક્સ કરવાનું વધારે પસંદ

જર્મનીમાં મહિલા-પુરૂષને એકબીજા કરતાં રોબોટ સાથે સેક્સ કરવાનું વધારે પસંદ

 | 1:44 pm IST

જર્મનીમાં યુગોવ દ્વારા આયોજિત સર્વેક્ષણમાં પ્રત્યેક ત્રણે એક પુરુષ અને પ્રત્યેક પાંચે એક મહિલા રોબોટ સાથે સેક્સસંબંધોમાં રસ ધરાવે છે. આવા સેક્સસંબંધ ટેક્નિકલ ધોરણે બંધાતા હોય છે પરંતુ હકીકતના સેક્સસંબંધ જેવો અહેસાસ કરાવતા હોય છે, જોકે પુરુષને મુકાબલે રોબોટ સાથે સેક્સસંબંધમાં મહિલાઓએ ઓછી રુચિ ધરાવી હતી.

સેક્સ પ્રતિનાં વલણો અંગે જર્મનીમાં યોજાયેલાં સર્વેક્ષણની મદદથી રોબોટ સાથે સેક્સસંબંધોની સંભાવનાના મુદ્દે પણ જાણકારી મેળવવામાં આવી હતી. સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જર્મનવાસીઓ જાણે કે રોબોટ સાથે સેક્સસંબંધના નવા અનુભવ માટે તૈયાર છે. સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે પ્રત્યેક દશે એક જર્મનને એવું લાગતું હતું કે તે સેક્સએડિક્ટ છે. પ્રત્યેક પાંચે બે જર્મનને લાગતું હતું કે મહિનામાં ઓછામાં ઓછા 10 વાર તો તેમને રતિક્રીડાનો આનંદ જોઈએ જ છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકી એક તૃતીયાંશ લોકોએ કબૂલ્યું હતું કે પોતાના સાથી સાથે તેઓ છેતરપિંડી કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું હતું કે એક જ સાથીદાર સાથે રતિસુખ માણ્યા કરવાની વાત વાસ્તવલક્ષી નથી. 40 ટકા પુરુષો અને 28 ટકા મહિલાનું કહેવું હતું કે મોનોગમી(એક જ જીવનસાથી સાથે સેક્સસુખ) માટે માનવ અનફિટ છે.

સાથી સાથે બેવફાઈના મુદ્દે પુરુષોએ જણાવ્યું હતું કે તેમને હંમેશાં નવા નવા સેક્સ અનુભવની ચાહત હોય છે અને જીવનસાથીના સેક્સસંબંધોથી સંતોષ નથી હોતો તેથી બેવફા બની જતા હોય છે. મહિલાના કિસ્સામાં એવું હોય છે કે તેમને હંમેશાં એવી ખાતરી કરવાની ઇચ્છા રહેતી હોય છે કે પુરુષને હજી પણ તેમનું આકર્ષણ છે.