Women Attack On Manager In MacDonald For Not Giving ketchup
  • Home
  • Featured
  • બર્ગર સાથે વધારે કેચઅપ ના મળતા મહિલાનો પિત્તો ગયો, મેનેજરની કરી જોરદાર ધોલાઈ

બર્ગર સાથે વધારે કેચઅપ ના મળતા મહિલાનો પિત્તો ગયો, મેનેજરની કરી જોરદાર ધોલાઈ

 | 3:21 pm IST

કેલિફૉર્નિયાનાં મેકડૉનાલ્ડમાં બુધવારનાં રોજ એક એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા હતા. એક મહિલાએ મેકડૉનાલ્ડનાં મેનેજરની જોરદાર ધોલાઈ કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાએ વધારે કેચઅપ માંગ્યો હતો તો મેનેજરે ના કહી દીધી હતી. 27 ઑક્ટોબરનાં રોજ આ ઘટના બની હતી.

24 વર્ષની માયરા બરેંનીસ ગાલોએ સાંતા એનાનાં આઉટલેટથી ફૂડ ઑર્ડર કર્યો હતો. પોલીસ ઑફિસર એન્થોની બરટાગ્નાએ જણાવ્યું કે, “માયરા પાછળનાં દરવાજાથી રેસ્ટોરેન્ટમાં આવી હતી અને મેનેજરને પકડીને મારવા લાગી હતી.”

માયરાએ પોલીસને જણાવ્યું કે તે કેચઅપ ના મળવાનાં કારણે ગુસ્સે થઈ હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોનાં અંતમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ રેસ્ટોરેન્ટમાં દાખલ થાય છે અને મહિલાને બહાર લઈ જાય છે. પોલીસે આ ઘટનામાં મહિલાની ધરપકડ કરી છે.