મહિલા ક્રિકેટ ટીમના કોચપદ માટે ૨૦ ઉમેદવાર મેદાનમાં - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મહિલા ક્રિકેટ ટીમના કોચપદ માટે ૨૦ ઉમેદવાર મેદાનમાં

મહિલા ક્રિકેટ ટીમના કોચપદ માટે ૨૦ ઉમેદવાર મેદાનમાં

 | 3:00 am IST

। મુંબઈ ।

ભારતના પૂર્વ સ્પિનર સુનીલ જોશી અને રોમેશ પોવાર સહિત  ૨૦ જેટલા લોકોએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચપદ માટે અરજી  કરી છે. આ ઉમેદવારોના શુક્રવારે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. કોચપદ  માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી પણ સામેલ છે. ભારતના  પૂર્વ વિકેટકીપર અજય રાત્રા અને વિજયયા દાવ, પૂર્વ મહિલા કેપ્ટન  મમતા માબેન અને સુમન શર્માનો પણ ઇન્ટરવ્યૂ લેવામાં  આવશે. સુમન સહાયક કોચ તરીકે કામ કરી ચૂકી છે જ્યારે ર્પૂિણમા  રાવ ટીમનાં કોચ હતાં. મારિયા ફાહે ન્યૂઝીલેન્ડ તરફથી બે ટેસ્ટ  અને ૫૪ વન-ડે રમી ચૂકી છે. તેમે પણ આ પદ માટે અરજી કરી છે. ૩૪  વર્ષીય આ ખેલાડી અત્યારે ગુંટૂરમાં એસીએ એકેડમીમાં કોચિંગ  આપી રહી છે.

જોશી અને પવારને જોકે, કોચપદ માટે  પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પોવારને પૂર્વ કોચ  તુષાર અરોઠેને બહાર કરાયા બાદ કાર્યકારી કોચ તરીકે ટીમ સાથે સામેલ કર્યો હતો.

સુનીલ જોશીના ખેલાડી અને કોચ તરીકેના  અનુભવની પણ અનદેખી કરી શકાય તેમ નથી. સુનીલ જોશીએ ૧૫  ટેસ્ટ અને ૬૯ વન-ડે મેચ રમી છે જે ઓમાન અને બાંગ્લાદેશને  કોચિંગ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ જમ્મુ-કાશ્મી, આસામ અને  હૈદરાબાદનો પણ કોચ રહી ચૂક્યો છે.  સીઓએ સભ્ય ડાયના એડુલ્જી, બીસીસીઆઈના ક્રિકેટ ઓપરેશન જનરલ મેનેજર સબા કરીમ અને કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી ઇન્ટવ્યૂ લેશે.