Video : મહિલાએ કર્યો 'જૂલી જૂલી' ગીત પર ડાન્સ, લોકો જોતા રહી ગયા - Sandesh
  • Home
  • Videos
  • Video : મહિલાએ કર્યો ‘જૂલી જૂલી’ ગીત પર ડાન્સ, લોકો જોતા રહી ગયા

Video : મહિલાએ કર્યો ‘જૂલી જૂલી’ ગીત પર ડાન્સ, લોકો જોતા રહી ગયા

 | 3:06 pm IST

સોશિયલ મીડિયા પર ઘણાં એવા વીડિયો આવે છે જે ટ્રોલ કરવામાં આવે છે તેમજ પછી વાયરલ થઇ જાય છે. એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ડીઝે પર મિથૂનના ‘જૂલી જૂલી’ અને અમિતાભ બચ્ચનના ‘મીના’ ગીત પર ડાન્સ કરી રહેલ મહિલા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આ વીડિયોમાં મહિલા ‘જૂલી જૂલી’ પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. જેમાં આસપસા ઉભેલા લોકો પણ દંગ રહી જાય છે. ઘણાં લોકો તેની સાથે ડાંન્સ કરવા આવે છે પરંતુ તેનો ડાન્સ જોઇને દરેક લોકો સાઇડમાં ઉભા રહી જાય છે. તેમજ બાળકો દૂરથી તેને નિહાળી રહ્યાં છે. એક ગીત પૂરૂ થયા બાદ પણ રોકાતી નથી. બીજૂ ગીત શરૂ થતા જ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો કયારનો છે અને ક્યાંનો તેની કોઇ જાણકારી નથી પરંતુ લોકો તેના ડાન્સને ખૂબ પસંદ કરી રહ્યાં છે.