Women Doing All Planing in Navratri In Jamnagar
  • Home
  • Featured
  • જામનગર: અનોખા ગરબાનું આયોજન, સંપૂર્ણ આયોજન કરે છે ફક્ત મહિલાઓ

જામનગર: અનોખા ગરબાનું આયોજન, સંપૂર્ણ આયોજન કરે છે ફક્ત મહિલાઓ

 | 11:12 am IST

જામનગરમાં માત્રને માત્ર મહિલા સંચાલિત અર્વાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ દ્વારથી માંડીને ટિકિટ વેચાણ, DJ , એરીના વ્યવસ્થા, ફોટો-વિડીઓગ્રાફી, સ્વાગત, આરતી, ઉદઘોસણા, નિર્ણાયક, ભેંટ સ્વીકાર, સ્વયં સેવક તમામ પ્રકારની ભૂમિકામાં મહિલાઓ જ જવાબદારી સંભાળે છે. આ છે નારી શક્તિના આ પર્વમાં નારી શક્તિનો મહિમા.

ફૉટોગ્રાફીથી લઇ ડીજે સુધીની જવાબદારીઓ મહિલાઓ નીભાવે છે

જામનગરના સહિયર નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ દ્વારાં જ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. નારીશક્તિની આરાધનાનાં પર્વમાં તમામ આયોજનમાં મહિલાઓ જ જવાબદારી નિભાવે છે. પ્રવેશ દ્વાર, એન્ટ્રી ટિકિટ, સિક્યુરીટી, કાર્યક્રમની ફોટોગ્રાફી હોય કે પછી જેના તાલે મહિલાઓ મન મુકીને ઝૂમે છે તે ડીજે, બધે જ મહિલા પાવર જ નજરે પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરની રંગતાલી ગ્રુપ આયોજિત સહિયર નવરાત્રીમાં DJ ની ધૂનમાં બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમે છે. સારૂ પર્ફોમન્સ કરનાર બાળાને ઇનામ દેવામાં આવે છે, ખાસ કરીને નિર્ણાયક તરીકે પણ મહિલાઓ જ ફરજ બજાવે છે.

વડાપ્રધાન મોદીનું સૂત્ર ‘બેટી બચાવો બેટી પઢાવો’નાં ખાસ નારા સાથે આ નવરાત્રી રાખવામાં આવી છે. આ નવરાત્રીમાં આયોજક મહિલા સભ્યોની 40 મહિલાની ટીમ છે, જે સાંભળે છે. ખાસ કરીને 9 દીકરીઓને દત્તક લઇને ભણાવાની જિમ્મેદારી પણ સહિયરની મહિલોએ પોતાને શિરે સંભાળી લીધી છે.

એન્કર હોસ્ટથી માંડીને તમામ સ્તરે મહિલાઓ જ છે, આને જ કહેવાય સ્ત્રી સશક્તિકરણ, નવરાત્રી એટલે તો માં શક્તિની આરાધનાનો પર્વ, બધા ભેગા થઇ આ પર્વને શ્રદ્ધાથી ઉજવે છે અને લોકો માટે પણ મહિલા એક પ્રેણા સ્વરૂપ છે. સ્ત્રી સશક્તિકરણનું જીવતુ-જાગતુ ઉદાહરણ જોઈ શકાય છે.