Women Employee From Mahesh Bhatt's Office About Rhea Chakraborty
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસ: મહેશ ભટ્ટની ઑફિસની કર્મચારીએ રિયા ચક્રવર્તીને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુશાંત કેસ: મહેશ ભટ્ટની ઑફિસની કર્મચારીએ રિયા ચક્રવર્તીને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 11:48 am IST

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ અનેક પ્રકારનાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કહેવામાં આવે છે કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો. સાથે જ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સાથે પણ સંબંધોમાં તણાવ હોવાનાં સમાચાર હતા. સુશાંતનાં નિધન બાદ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બીજી તરફ મહેશ ભટ્ટે સૌને એ કહીને ચૌંકાવી દીધા કે જ્યારે તેઓ કેટલાક સમય પહેલા સુશાંતને મળ્યા હતા ત્યારે તેમને તેની માનસિક સ્થિતિ ઠીક લાગી નહોતી અને આ વિશે તેણે મહેશ ભટ્ટ સાથે વાત કરી હતી.

સુહરિતા દાસે લખેલી પોસ્ટ વાયરલ

આ તમામની વચ્ચે મહેશ ભટ્ટની ઑફિસમાં કામ કરનારી તેમની સહાયક સુહરિતા દાસે ફેસબૂક પર પોસ્ટ લખીને રિયા ચક્રવર્તી સાથેનાં ખુલાસા કર્યા છે. સુહરિતા દાસનાં ફેબસબૂક બાયો પ્રમાણે તે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રોડક્શન કંપની ‘વિશેષ ફિલ્મ્સ’માં કામ કરે છે. સુહરિતાએ 14 જૂનનાં ફેસબૂક પર એક લાંબી પોસ્ટ લખી હતી જે અત્યારે વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત વિશે રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટ પાસેથી સલાહ લેતી હતી.

રિયાએ સુશાંતને ઠીક કરવાનાં કર્યા પ્રયત્ન

સુહરિતા લખે છે કે, ‘પ્રિય રિયા, સુશાંત સિંહ રાજપૂતને લઇને આખી દુનિયા શોક વ્યક્ત કરી રહી છે અને હું તારા માટે દ્રઢ અને મજબૂત થઈને આ ઘટનામાંથી બહાર આવવાની પ્રાર્થના કરું છું. હું એક મૂકદર્શકની જેમ રહી છું. તુ સુશાંતને સાથે રાખવાની અને ઠીક કરવાની અસંભવ કોશિશો કરતી હતી. એક મા અને દેશની નાગરિક હોવાના નાતે મારું નૈતિક કર્તવ્ય છે કે એકવાર ફરી હું સૌને યાદ અપાવું કે ડિપ્રેશન વિનાશકારી છે. મેડિકલ સાયન્સમાં આનું કોઈ નિરાકરણ નથી.’

મહેશ ભટ્ટને મળીને આ ફોન કરીને રિયા લેતી હતી સલાહ

સુહરિતા આગળ લખે છે કે, ‘તુ દરેક વખતે ભટ્ટ સાહેબ પાસે સલાહ લેવા માટે આવતી હતી અથવા તેમની સાથે ફોન પર વાતો કરતી હતી, આ દરમિયાન મે તારી યાત્રા, તારો સંઘર્ષ જોયો છે. સુશાંતનાં ટેરેસ પરની સાંજ ભૂલવી અશક્ય છે. લગભગ અનુભવ્યું કે એ ઠીક છે, જ્યારે કે તે દૂર જઇ રહ્યો હતો. મહેશ સરે એ જોઇ લીધું હતુ અને આ જ કારણ છે કે તેમણે પોતાના માસ્ટર યૂજીની ચેતવણી આપતા પરવીન બાબી વિશે કહ્યું હતુ. તેમણે કહ્યું, દૂર જતી રહી અથવા આ તને સાથે લઇ જશે. તે તારું બધું જ આપ્યું અને એટલું જ નહીં ઘણું વધુ કર્યું.’

આ વિડીયો પણ જુઓ: હનીટ્રેપ માસ્ટર જીતુ સોની સાથે રાજકોટ પોલીસનો ઘરોબો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન