મહિલાઓ ચરબીના થર કેવી રીતે ઉતારી શકશે - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • મહિલાઓ ચરબીના થર કેવી રીતે ઉતારી શકશે

મહિલાઓ ચરબીના થર કેવી રીતે ઉતારી શકશે

 | 4:53 am IST

આજના જમાનામાં મહિલા, પુરૂષ કે બાળક દરેક કોઈ ફ્ટિ અને ફઈન રહેવા માંગે છે. પણ સૌની આ ઈચ્છા પૂરી થતી નથી. આજે જાડાપણાને લીધે ૫ માંથી ૩ લોકો પરેશાન જ છે. સતત સીટિંગ જોબ કરવી અને સમયની તંગીને કારણે બદલતા લાઈફ્સ્ટાઈલે લોકોને જાડાપણાંની ભેટ આપી છે. અનેક સ્ત્રીઓ પ્રેગ્નેસી પછી જાડી થઈ જાય છે અને ઘરના કામમાં ગુંચવાયેલી રહી જાય છે. તેમને ર્મોિનગવોક કે જીમ જવાનો સમય નથી મળતો. આ જ રીતે જોબ કરનારા લોકો પણ બિઝી શેડયૂલને કારણે જીમ નથી જઈ શકતા.

જો તમે પણ કોઈ આવા જ ચક્રવ્યૂહમાં ફ્સાયા છો તો ખુદને માટે થોડો સમય કાઢો. આજે તમને કેટલીક સિંપલ એક્સસાઈઝ બતાવીશુ. જેને તમે જિમ અને ટ્રેનર વગર જ સહેલાઈથી ઘરે કરી શકો છો. મહિલાઓ માટે આ એક્સરસાઈઝ બેસ્ટ છે. અંડરઆર્મ્સ, પેટ અને કમર પર પડનારા બલ્જ (માંસનો ઉભાર) ખૂબ જ ગંદા દેખાય છે. જેને કારણે મહિલાઓ પોતાની પસંદગીના કપડા પહેરી શકતી નથી. કારણ કે તેમને એ વાતનુ ધ્યાન રાખવુ પડે છે કે ક્યાક તેઓ જાડા અને ભદ્દા ન દેખાય.

શોલ્ડર, ભુજા અને અંડરઆર્મ્સના બગલમાં જામેલી ચરબી હટાવવા માટે આ એક્સરસાઈઝ કરો

૧. વેટ લિફ્ટ : વેટ લિફ્ટિંગની મદદથી અંડરઆર્મની બગલની ચરબી ગાયબ તો થશે જ સાથે જ તમારા શોલ્ડર પણ સ્ટ્રેટ થશે.

આ માટે સૌ પહેલા જમીન પર મેટ પાથરીને પીઠના બળે સૂઈ જાવ. ત્યારબાદ ડમ્બલ ઉઠાવો અને હાથને ઉપરની તરફ્ ઉઠાવો. એ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલા કિલોના ડમ્બલ ઉઠાવી શકો છો. ૫ સેકંડ પછી તમે હાથને નીચેની તરફ્ વાળો. આ રીતે બીજીવાર હાથને ઉપર અને નીચે કરતા જાવ. ધ્યાન રાખો કે જ્યારે બાજુને ઉપરની તરફ્ લઈ જવાના છે તો બાજુ સ્ટ્રેટ હોવા જોઈએ.

૨. પુશઅપ કરો : જો તમે જીમ પણ જોઈન કરશો તો ટ્રેનર તમને અંડરઆર્મ્સની આસપાસ્સની ચરબી ઓછી કરવા માટે અને પરફ્ેક્ટ આર્મશેપ માટે પુશઅપ કરવાનુ કહેશે.

આ માટે સૌ પહેલા જમીન પર મોઢુ કરીને સીધા સૂઈ જાવ. ત્યારબાદ તમારા હાથને ફ્ેલાવી લો અને અંગૂઠાના બળે પગને પરસ્પર જોડો. પછી ધીરે ધીરે કોણીને વાળો અને બોડીને ઉપર નીચે કરો.

૩. દોરડા કૂદવા : આ સૌથી સહેલુ છે. બાળકો મોટાભાગે રમત રમતમાં આ એક્સરસાઈઝ કરતા જ રહે છે. પણ તેના અનેક ફયદા છે. એક તો તે વજન ઘટાડવામાં મદદરૂપ છે અને બીજુ આનાથી તમારા બોડી મસલ્સ સ્ટ્રૈચ થાય છે જેનાથી લચીલાપણું આવે છે.

બસ દોરડીને બરાબર પકડો અને કૂદવાનું શરૂ કરો. પહેલા ધીરે પછી સ્પીડમાં જંપ કરો. તેનાથી તમારા હાથ સારા મૂવ કરે છે.

૪. ખુરશીની મદદથી કરો કસરત : જિમને બદલે તમે ઘરના ફ્ર્િનચરની મદદથી કસરત કરી શકો છો. ખુરશીની મદદથી વ્યાયામ કરવી બેસ્ટ રીત છે. તેનાથી હાથની ચરબી ઓછી થાય છે અને એ પરફ્ેક્ટ શેપમાં આવે છે.

એવી ખુરશી પસંદ કરો જે જમીનથી ૨-૩ ફ્ટિ ઊંચી હોય. હાથને પાછળ વાળીને ખુરશીના આગળના ભાગ પર મુકો અને પગને જમીન પર સીધા મુકીને હાથના બળ પર નીચે થાવ.

૫. એક્સરસાઈઝ બોલ : એક્સર્સાઈઝ બોલથી તમારી ભુજાઓ, પેટ અને બેકના મસલ્સ સારા થાય છે. ૨૦ મિનિટની એક્સરસાઈઝ તમને ફ્ટિ એન્ડ ફઈન રાખે છે.

બસ આ માટે જમીન પર મેટ પાથરો અને ઘૂંટણના બળે બેસી જાવ અને હાથની મુઠ્ઠી બનાવો અને એક્સરસાઈઝ બોલ પર ટકાવો. બોલ પર શરીરનુ સંતુલન બનાવવા માટે મુઠ્ઠીનો ઉપયોગ કરો અને ધીરે ધીરે શરીરને આગળ ધકેલો. તેના ૩ સેટ લગાવો. દરેક સેટ પછી એક મિનિટનો બ્રેક લો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન