Women Found In Sea Who Run Away From Home Before 2 Years
  • Home
  • Featured
  • પતિએ માર મારતા ભાગી ગઈ મહિલા, 2 વર્ષ બાદ દરિયામાંથી એ હાલતમાં મળી કે જોનારા ચોંકી ઉઠ્યા

પતિએ માર મારતા ભાગી ગઈ મહિલા, 2 વર્ષ બાદ દરિયામાંથી એ હાલતમાં મળી કે જોનારા ચોંકી ઉઠ્યા

 | 5:41 pm IST

2 વર્ષ પહેલા ગુમ થયેલી એક કોલંબિયાઈ મહિલા શનિવારના દરિયામાં જીવતી જોવા મળી. એક રિપોર્ટ પ્રમાણે માછીમારોએ જ્યારે એન્જેલિકા ગેટનને દરિયામાં તરતા જોઈ તો ગભરાઈ ગઈ. તેમણે મહિલાને બચાવી અને કિનારે લઈ ગયા. સોશિયલ મીડિયા પર રેસ્ક્યૂ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. મહિલાને 46 વર્ષના માછીમાર રોલેંડો વિસબલ અને તેના દોસ્તે શોધી. તેમણે મહિલાને શનિવારના સવારે લગભગ 6 વાગ્યે પ્યૂર્ટો કોલમ્બિયાના કિનારેથી 2 કિલોમીટર દૂર જોઇ.

વિડીયોમાં વિસબલ અને તેના દોસ્તને એન્જેલિકા ગૈટનને બોટમાં અંદર ખેંચતા જોઈ શકાય છે. 8 કલાકથી વધારે સમય સુધી રહ્યા બાદ તે થાક અને હાઈપોથર્મિયાથી પીડિત હતી. બચાવાયા બાદ તેના પહેલા શબ્દ હતા કે, “હું ફરી પેદા થઈ ગઈ, ભગવાન નહોતા ઇચ્છતા કે હું મરી જઉં.’ આરસીએન રિડીયો પાછળની સંપૂર્ણ કહાની સંભળાવી. તેણે જણાવ્યું કે, તેણે પોતાના પૂર્વ પતિના હાથે ઘરેલૂ શોષણનો સામનો કર્યો અને 2018માં ભાગી જવાનો નિર્ણય કર્યો.

તેણે કહ્યું કે 20 વર્ષ સુધી હું ટોક્સિક રિલેશનશિપમાં રહી. પહેલી ગર્ભાવસ્થા દરમિયાન દુર્વ્યવહાર શરૂ થયો. તેણે મને મારી. પતિએ ચહેરો તોડી દીધો અને તેને મારવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે બાદમાં તેણે દરિયામાં કૂદવાનો નિર્ણય કર્યો, પછીનું તેને કંઇ જ યાદ નથી. દરિયાની વચ્ચે બચાવનારા વ્યક્તિએ તેને કહ્યું કે તે બેભાન હતી અને તરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન