Video: Women Gymnast's Legs Broke During Gymnastic
  • Home
  • Featured
  • Video: મહિલા જિમ્નાસ્ટે લગાવી એવી છલાંગ ને થયા આવા હાલ, લેવું પડ્યું રિટાયરમેન્ટ

Video: મહિલા જિમ્નાસ્ટે લગાવી એવી છલાંગ ને થયા આવા હાલ, લેવું પડ્યું રિટાયરમેન્ટ

 | 6:29 pm IST

જિમ્નાસ્ટિક દુનિયાની ખતરનાક રમતોમાંથી એક છે. આનું સૌથી મોટું કારણ એ છે કે આ રમત દરમિયાન ગંભીર ઇજા થવાની સંભાવના રહે છે. તાજેતરમાં જ એક અમેરિકી જિમ્નાસ્ટિકની સાથે આવી જ એક ભયંકર ઘટના બની છે, જેના કારણે તેના જિમ્નાસ્ટિક કેરિયર પર વિરામ લાગ્યો છે. અમેરિકન જિમ્નાસ્ટ સૈમ સેરિયો બેટન રૂજ રીજનલમાં ફ્લૉર રૂટીન કરવાનાં પ્રયત્નમાં તેના બંને પગ તૂટી ગયા હતા.

સૈમ સાથે NCAA જિમ્નાસ્ટિક્સ રીજનલ ફાઇનલમાં આ અકસ્માત તે સમયે થયો જ્યારે તે હેંડસ્પ્રિંગ ડબલ ફ્રંટ ફ્લિપ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે મેટ પર યોગ્ય રીતે આવી શકી નહીં જેના કારણે તેના બંને પગ તૂટી ગયા. આ અકસ્માતમાં તેના બંને ઘૂંટણ પણ ડિસલોકેટ થઇ ગયા. આ અકસ્માત બાદ તરત જ મેડિકલ સ્ટાફ અને ટ્રેનર તેની તરફ ભાગ્યા અને તેનું નિદાન કર્યું. જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેની ઇજા કેટલી ગંભીર છે. જો કે ઘટનાનો વિડીયો જોતા એ સ્પષ્ટ છે કે તેના બંને પગ ક્રેક થયા છે અને તેના ઘૂંટણને પણ નુકશાન થયું છે.

આ ઘટના બાદ અમેરિકી જિમનાસ્ટ સૈમ સેરિયોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક કરીને સંન્યાસની જાહેરાત કરી. સૈમે લખ્યું કે, ‘શુક્રવારની રાત્રે એક જિમનાસ્ટનાં રૂપમાં મારી અંતિમ રાત હતી. 18 વર્ષ બાદ હું મારી ગ્રિપ્સ છોડી રહી છું. હું એ વ્યક્તિનો આભાર માનવા ઇચ્છુ છું જેના કારણે હું અહીં સુધી પહોંચી. તેણે મને ઘણી મહેનત, વિનમ્રતા, નિષ્ઠા અને સમર્પણ શીખવ્યું.’ સૈમે આગળ લખ્યું કે, ‘આભાર, ઑબર્ન પરિવાર મને ઘર આપવા માટે અને રમત ચાલુ રાખવા માટે જે હંમેશા મારો પહેલો પ્રેમ હશે. મારા માટે આ ગર્વની વાત છે કે ગત 4 વર્ષોમાં મને નૌસેના અને એયૂનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન