વાઇરલ Video: મહિલાઓએ અધિકારીને ધિબેડ્યો, કપડા સુદ્ધાં ફાડી નાખ્યા - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • વાઇરલ Video: મહિલાઓએ અધિકારીને ધિબેડ્યો, કપડા સુદ્ધાં ફાડી નાખ્યા

વાઇરલ Video: મહિલાઓએ અધિકારીને ધિબેડ્યો, કપડા સુદ્ધાં ફાડી નાખ્યા

 | 11:27 am IST

બિહારમાં BDOને માર મારવાની ઘટના સામે આવી છે, જાણવા મળ્યું છે કે મહિલાઓએ તેમને માર મારીને તેમના કપડા પણ ફાડી નાખ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બિહારમાં નલ કા જલ યોજના હેઠળ છેતરપીંડી થતા ગ્રામીણોએ આ પગલું ભર્યું હતુ.

મુખ્યમંત્રીની યોજના દરેક ઘરને નળનું જળ હેઠળ સાદા ચેક પર દગો કરી વોર્ડ સભ્યોના હસ્તાક્ષર કરાવવા બેલસર બીડિઓ અશોક કુમારને ભારે પડ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ બીડિઓ કાર્યોલયમાં આવી પહોંચી અને બીડિઓની બરાબર ધોલાઇ કરીને તેના કપડા પણ ફાડી નાખ્યા હતા.વોર્ડના મહિલા સભ્યએ જણાવ્યું હતુ કે બીડિઓએ તેમની પાસે કોરા ચેક પર દગો કરી હસ્તાક્ષર કરાવ્યાં હતા.લોકોનો રોષ એટલો બધો હતો કે પોલીસ આવી ત્યારે બીડિઓને બચાવી શકાયા હતા. તાજેતરમાં બનેલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.