NIFTY 10,086.60 +7.30  |  SENSEX 32,241.93 +55.52  |  USD 64.1150 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • મહિલાઓ તેના સાથી સામે હંમેશા બોલે છે આ 5 જુઠાંણાં, ચેતી જાઓ આજથી

મહિલાઓ તેના સાથી સામે હંમેશા બોલે છે આ 5 જુઠાંણાં, ચેતી જાઓ આજથી

 | 2:04 pm IST

કહેવાય છે કે સ્ત્રીઓ પોતાના સાથીને સમજાવવામાં માહિર હોય છે. વાત કેવી રીતે વાળવી તે કોઈ સ્ત્રીને જ પુછે. સ્ત્રીને બાળકો તથા પતિ વચ્ચે બેલેન્સ કરવાનું હોય છે. મહિલાઓ જ્યારે બોયફ્રેન્ડ સાથે કે પોતાના પતિ સાથે કોઇ ખાસ પ્રકારની વાત કરી રહી હોય ત્યારે તેઓ આ પ્રકારના જૂઠાંણાં સરળતાથી બોલી દેતી હોય છે.

1. કોઈપણ સમયે તું મને ફોન કરી શકે
કોઈ મિત્ર છોકરીનો નંબર માંગે તો એકદમ તે તેને ના નથી કહી શકતી. જ્યારે તે છોકરો સામે મળે અને પુછે કેમ ફોન ન ઉપાડયો તો કહેશે કે ફોન સાઈલન્ટ પર હતો કે ફોન બેગમાં હતો એટલે ખબર જ નહતી.

2. સરસ લાગે છે
ઘણી વાર મહિલાને પુરુષની નવી હેરસ્ટાઈલ કે નવું શર્ટ ન ગમતું હોય તો પણ એવું કહે કે તુ તો આજે જામે છે. મહિલાઓને પોતાના પાર્ટનરને દુખી કરવા નથી ગમતાં. આ માટે તેમની ખુશીને માટે તેઓ આ પ્રકારના નાના જૂઠાણાં સરળતાથી બોલી દેતા હોય છે. તેમને ખ્યાલ છે કે તેઓના એમ કહેવાથી તેમને ન ગમતું એ શર્ટ કે ચીજ તેમની ફેવરિટ બની જશે.

3. ફટાફટ તૈયાર થઈ જઈશ
બોયફ્રેન્ડ કે પતિ ઘરની બહાર રાહ જોતો હોય અને યુવતીને હજી નાહવાનું, વાળ ઓળવાનાં, મેક-અપ કરવાનો, બધું જ બાકી હોય તો પણ તે કહેશે, ‘એક જ મિનિટ.’ આવું જ છું. આ અનુભવ તો દરેક પાર્ટનરને થયો જ હશે.

4. અંગત પળો માટે
80 ટકા મહિલાઓ અંગત પળો વિશે ખોટું બોલે છે. તેનો ઉદ્દેશ ખોટું બોલવાનો નથી હોતો પરંતુ તે પોતાના પાર્ટનરને નિરાશ કરવા નથી ઈચ્છતી. આ ઉપરાંત તેઓ શારીરિક સંબંધો વિશે વધુ નિખાલસ નથી થઈ શકતી. માટે આ બાબતોમાં મહિલાઓના શબ્દો કરતાં તેની બોડી લેન્ગ્વેજ પર વધુ વિશ્વાસ કરો. તેમના સંતોષ કે અસંતોષને તમે બોડી લેગ્વેજની મદદથી સમજી શકો છો.

5. મને ખબર જ નથી
જ્યારે કોઈ મહિલા એમ કહે કે મને આ વિશે કંઈ જ ખ્યાલ નથી ત્યારે મોટાભાગે તે એ અંગે ઘણું બધું જાણતી એમ પણ બની શકે. છતાં પોતાનો અભિપ્રાય છુપાવવા તે અજ્ઞાન હોવાનો ડોળ કરતી હોય છે. તે સમયે તમારે સમજી લેવું કે તે તમે શું જાણો છો તે જાણવાને માટેનો પ્રયાસ કરી રહી છે. માટે અહીં તમારે કેટલું જણાવવું તે પણ તમારે નક્કી કરવાનું રહે છે.