મહિલા અધિકારીઓને સાસુ-સસરાની સેવા માટે ડિપાર્ટમેન્ટ બદલવાની સવલત - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મહિલા અધિકારીઓને સાસુ-સસરાની સેવા માટે ડિપાર્ટમેન્ટ બદલવાની સવલત

મહિલા અધિકારીઓને સાસુ-સસરાની સેવા માટે ડિપાર્ટમેન્ટ બદલવાની સવલત

 | 12:11 am IST

મુંબઈ, તા. ૧૪

સરકારી સેવામાં કાર્યરત મહિલા અધિકારીઓ તેમના પતિનાં માતા-પિતાની ગંભીર બીમારીને કારણે મહેસૂલ વિભાગમાં બદલી મળે તે માટે અરજી કરવાની છૂટ આપવાનો નિર્ણય બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ માટે મહેસૂલ વિભાગ ફાળવણી નિયમ -૨૦૧૫માં સુધારો કરવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે અનેક મહિલા અધિકારીઓને સવલત મળશે.

રાજ્ય સરકારના જૂથ અ અને જૂથ બ (સરકારી અધિકારી અને બિન સરકારી અધિકારી) પદ પર નિયુક્તિ માટે મહેસૂલી વિભાગ ફાળવણી નિયમ – ૨૦૧૫ તૈયાર કરવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર સરકારી અધિકારીઓને પોતાને કે પછી પોતાના જીવનસાથી, સંતાન અથવા તેમની પર નભતાં માતા-પિતાની ગંભીર બીમારીને કારણે મહેસૂલ વિભાગમાં બદલી માટે વિનંતી અરજી કરવાની સવલત હતી. આમાં સુધારો કરીને હવે મહિલા અધિકારીઓને પણ તેમના સાસુ-સસરાની શુશ્રૂષા માટે ડિપાર્ટમેન્ટ બદલવાની સવલત આપવામાં આવી છે.

દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકોઅને વંચિતો માટે૧૧ વિશેષ કોર્ટ સ્થપાશે  

રાજ્યમાં દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને સમાજના ઉપેક્ષિત વર્ગને જલદી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર આગળ આવી છે. આ વર્ગો સંબંધી એક હજારથી પણ વધુ પ્રકરણો પેન્ડિંગ હોઇ ૧૧ ઠેકાણે વિશેષ કોર્ટ સ્થાપવાનો નિર્ણય બુધવારે મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે આ વર્ગોના લોકોને ઝડપી ન્યાય મળવામાં મોટી મદદ મળશે. દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિક અને વંચિતોને જલદી ન્યાય મળે તે માટે એ સંબંધની કોર્ટમાં દાખલ પ્રકરણનો સમયસર ચુકાદો આવે તે માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઘટકો સંબંધી ફાસ્ટટ્રેક કોર્ટની જમીન પર વિશેષ કોર્ટ શરૂ કરવા માટે સરકાર વિચારાધીન હતી. તે અનુસાર મુંબઈ, પુણે, પરભણી, થાણે, એહમદનગર, સાતારા, સાંગલી, લાતુર, નાગપુર, નાશિક અને રંગાબાદ ખાતે વિશેષ કોર્ટ સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

;