women saving a shark life video goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: સમુદ્રના કિનારે અચાનક આવી ચડી શાર્ક માછલી, યુવતીએ પુંછડી પકડીને જે કર્યુ…

VIDEO: સમુદ્રના કિનારે અચાનક આવી ચડી શાર્ક માછલી, યુવતીએ પુંછડી પકડીને જે કર્યુ…

 | 11:00 am IST
  • Share

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાના વીડિયો તસવીરો શેર કરી પોતાની લાગણી દર્શાવતા રહે છે. પ્રાણીઓ સાથેનો કોઇ વીડિયો હોય તો લોકો તેને વધારે જોવાનુ પસંદ કરતા હોય છે. હાલમાં જ આઓ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં શાર્ક સાથે એક યુવતી જોવા મળે છે.

આ વીડિયોમાં, યુવતી સમુદ્રના કીનારે ઉભી છે જ્યારે શાર્ક આવે છે. યુવતી ડર્યા કે સમય ગુમાવ્યા વિના શાર્કને જુએ છે અને પછી પૂંછડી પકડે છેતેને દરિયા કિનારે લાવે છે. થોડી વારે શાંતીથી તેને દરિયામાં ફેંકી દે છે.

આ વીડિયો ભારતીય વન અધિકારી (IFS) સુશાંત નંદાએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. તેણે વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “બધી શાર્ક જોખમી નથી, એક સારી છોકરીએ શાર્કને બચાવવા માટે આ કર્યું હતું.” મહાસાગરોમાં જોવા મળતી શાર્કની 500થી વધુ જાતિઓમાંથી, ફક્ત 30 શાર્ક જ માનવો પર હુમલો કરે છે.

તમને જણાવી દઇએ કે આ વીડિયો શેર થયા પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 8 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન