સ્ત્રીઓને બેડોળ શરીર સહવાસથી દૂર રાખે છે - Sandesh
  • Home
  • World
  • સ્ત્રીઓને બેડોળ શરીર સહવાસથી દૂર રાખે છે

સ્ત્રીઓને બેડોળ શરીર સહવાસથી દૂર રાખે છે

 | 3:09 am IST

લંડન :

હાથ ધરવામાં આવેલાં એક સર્વેક્ષણમાં ધ્યાનમાં આવ્યું છે કે પ્રત્યેક ચાર મહિલાએ એક મહિલા પોતાના દેહની સ્થુળતાથી મૂંઝવણ અનુભવે છે. શારીરિક સ્થુળતાના કારણે સ્ત્રીઓ સહવાસથી દૂર રહે છે. ખાસ કરીને અજવાળામાં સહવાસ માણવાનું ટાળતી હોય છે.

૨,૦૦૦ જેટલાં બ્રિટિશ સ્ત્રી-પુરૂષો પૈકી ૭૫ ટકા જેટલી મહિલાઓએ દાવો કર્યો હતો કે તેમને તેમનો દેહ ગમતો નથી. ૬૬ ટકા મહિલાએ તો ત્યાં સુધી કહ્યું કે પોતાના દેખાવથી જ તેમને શરમ આવે છે. વેઇટ વોચર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ ૨૭ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના બેડોળ દેહને કારણે આત્મવિશ્વાસ ના ધરાવતી હોવાથી પ્રકાશ બંધ કરીને સેક્સનો આનંદ લેવાનું પસંદ કરે છે કે પછી સેક્સ કરવાનું જ ટાળે છે.

સર્વેક્ષણમાં એ હકીકત પણ ધ્યાને આવી હતી કે સેક્સસાથી એકબીજાને જોવાનું પસંદ નથી કરતા હોતા. ૬૦ ટકા મહિલાઓ વસ્ત્રો બદલતી હોય ત્યારે અરીસામાં જોવાનું ટાળતી હોય છે.

૩૮ ટકા મહિલાઓ એવું માનતી હોય છે કે પુરૂષ તેમને જોશે તો આકર્ષક હોવાનો અહેસાસ નહીં કરે. વેઇટ મેનેજમેન્ટ કંપની દ્વારા વેઇટ વોચર્સ મેગેઝિનના નગ્નતા અંગેના અંક માટે આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું.

સર્વેક્ષણનાં પરિણામો ભલે આવાં સામે આવ્યાં હોય પરંતુ છ જેટલા હિંમતવાન પુરૂષ અને છ સ્ત્રીએ વજન ઊતર્યા પછી નગ્ન થઈને મેગેઝિન માટે તસવીરો ખેંચાવી હતી.

મેગેઝિનનું કહેવું છે કે તંદુરસ્ત, શક્તિશાળી અને વાસ્તવિક શારીરિક ઢાંચો લોકોનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. લોકોનો આત્મવિશ્વાસ પોતાનાં શરીરમાં વધે તે હેતુસર નેકેડ અંક બહાર પાડવામાં આવ્યો છે.

શરીરને શોભાવવા ફેશનેબલ વસ્ત્રો ધારણ કરવાં બધાને ગમે તે વાત સાચી પણ હકીકતે વસ્ત્રો નહીં પણ વ્યક્તિની માનસિકતા જ તેના આત્મવિશ્વાસને વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન