Women Swimming With Biggest Shark, Video Viral
  • Home
  • Videos
  • વિશ્વની સૌથી મોટી શાર્ક માછલી સાથે તરતી જોવા મળી મહિલા, વિડીયો વાયરલ

વિશ્વની સૌથી મોટી શાર્ક માછલી સાથે તરતી જોવા મળી મહિલા, વિડીયો વાયરલ

 | 3:55 pm IST

હવાઇ તટથી કેટલાક અંતરે મરજીવાઓને વિશાળ કદની સફેદ શાર્ક માછલી જોવા મળી છે. આ શાર્કને અત્યાર સુધીની સૌથી મોટી શાર્ક માનવામાં આવી રહી છે. માદા પ્રજાતિની 20 ફૂટ (6 મીટર) લાંબી આ શાર્ક મંગળવારનાં રોજ જોવા મળી હતી અને આ રેકૉર્ડમાં સામેલ સૌથી મોટી વાઇટ શાર્ક માછલી ‘ડીપ બ્લૂ’ જેવી જ દેખાય છે.

ઓહાઊ તટથી દૂર આ અન્ય શાર્ક માછલીઓની સાથે એક મરેલી શાર્કને ખાઇ રહી હતી. આ વિશાળ શાર્ક માછલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં શાર્ક માછલી સાથે એક મહિલા સ્નૉર્કેલ માસ્ક પહેરીને તરતી જોવા મળી રહી છે.