મહિલાઓ પર પિન્ક ટેક્સનું ભારણ શા માટે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • મહિલાઓ પર પિન્ક ટેક્સનું ભારણ શા માટે?

મહિલાઓ પર પિન્ક ટેક્સનું ભારણ શા માટે?

 | 2:45 am IST

કન્ટેમ્પરરીઃ એમ .એ.ખાન

નીદર્ય સેવાઓ અને વસ્તુઓ, સાધનો બદલ પુરુષો પાસેથી ઓછા ભાવ લેવામાં આવે છે અને મહિલાઓ પાસેથી વધારે ચાર્જ વસૂલવામાં આવે છે. આ વાત કદાચ પિૃમના દેશોમાં સાચી હશે. ત્યાં ગ્લેમરનું વધારે ચલણ છે એટલે મહિલાઓને દરેક વાતે સ્પેશિયલ અને મોંઘું આપવા, અપાવવાનું ચલણ છે. આપણા દેશમાં આવું થતું હોવાનું શક્ય નથી જણાતું. એવી શંકા વ્યક્ત કરીએ એ પહેલાં એને નાબૂદ કરવા માટે એના પુરાવારૂપે ભાવનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે.

દા.ત.: પુરુષ વાળ કપાવવા જાય તો ૩૫૦થી ૬૦૦ રૂપિયાનો ચાર્જ ચૂકવે છે. જ્યારે એ જ સેવા માટે મહિલાએ ૬૦૦થી ૧૫૦૦ રૂપિયા આપવાના થાય છે. ચાલો વાળમાં માની લઈએ કે મહિલાઓના વાળ વધારે લાંબા અને વધારે દરકારથી કાપવાના હોય છે. તો માથાની માલિશ (હેડ મસાજ) કરાવવાના પુરુષે ૫૦૦ રૂપિયા વત્તા ટેક્સ ચૂકવવાનો થાય છે તો મહિલાએ ૭૦૦ રૂપિયા વત્તા ટેક્સ ચૂકવવો પડે છે. બજારમાં મહિલા રેગ્યુલર ખરીદવા જાય તો એણે ૧૭૦૦થી વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એની સામે પુરુષનું રેગ્યુલર શર્ટ ૮૦૦ રૂપિયા સુધીમાં આવી જાય છે. ડીઓડરન્ટ માટે પુરુષે ૧૪૪ રૂપિયાનો ભાવ ચુકવવો પડે છે તો મહિલાએ ૧૮૮ રૂપિયા ચૂકવવાના થાય છે. રેઝરના પુરુષો સરેરાશ ૧૯ રૂપિયા ચૂકવે છે તો મહિલાઓ ૫૦ રૂપિયા ચૂકવે છે.

રેઝરના ભાવમાં નિરીક્ષકો આૃર્ય વ્યક્ત કર્યું કે પુરુષોના રેઝર કરતાં મહિલાઓના રેઝરમાં એવું તે શું વિશેષ હોઈ શકે કે એના ભાવ પુરુષોના રેઝર કરતાં લગભગ ત્રણગણા થઈ જાય?!? આ બધા ભાવ જાણ્યા પછી આપણો ભ્રમ ભાંગી ગયો કે પિૃમના દેશોમાં જ મહિલાઓને ગ્લેમરની વધારાની આળપંપાળના નામે દરેક વસ્તુ મોંઘી પીરસવામાં આવે છે. આ ટ્રેન્ડ આપણા દેશમાં પણ ચારેબાજુ ફરી વળ્યો છે. હા, હજી આ વાયરો મહાનગરો, અને મોટા શહેરો સુધી જ મર્યાદિત છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાના નાના ગામડાં સુધી પણ પહોંચી જશે. ગામના લોકો પોતે શહેરના લોકો કરતાં જરાય પછાત નથી એ સાબિત કરવા માટે દરેક વાતે શહેરોની બરાબરીમાં આવી જ જાય છે.

મહિલાઓએ આ જે વધારાનો ચાર્જ આપવો પડે છે તેને નિષ્ણાત નિરીક્ષકો પિન્ક ટેક્સ કહે છે. એમનું કહેવું છે કે પિન્ક ટેક્સ માત્ર વસ્તુ અને સેવાના વધારે ભાવ ચૂકવવા પૂરતું જ છે એવું નથી. જીવનના દરેક સ્તરે નજર કરીએ તો મહિલાઓ ઉપર પિન્ક ટેક્સ લાગે જ છે. દા.ત. છોકરો ટૂંકી ચડ્ડી પહેરીને શહેરમાં ક્યાંય ફરે તો એનો કોઈને ખાસ વાંધો નથી આવતો, પરંતુ એવી જ ટૂંકી નિકર પહેરીને છોકરી શહેરમાં ફરે તો ટીકા કરવામાં આવે, આવા કપડાં પહેરો તો પછી પુરુષોની નજર બગડે જ ને! પછી ફરિયાદ કરો છો કે અમારી સાથે નજરોથી, શબ્દોથી, શરીરથી દુષ્કૃત્ય કરવામાં આવે છે.

ટૂંકી નિકર છોકરો પહેરે તો મહિલાઓની નજર ખરાબ ન થાય? એમને કમેન્ટ કરવાની ઈચ્છા ન થાય? સ્પર્શનું દુષ્કૃત્ય કરવાની ઈચ્છા ન થાય? જો પુરુષને એવું થઈ જતું હોય તો મહિલાઓને શા માટે ન થાય? માનો કે મહિલા ટૂંકી નિકર પહેરીને ફરતા છોકરા વિશે કમેન્ટ કરે, તેને તાકી રહે અથવા એને સ્પર્શ કરવા પ્રયાસ કરે તો શું કહેશો? છોકરાને સલાહ આપશો કે ભાઈ આવાં કપડાં પહેરીને જાહેરમાં ન નીકળાય! અથવા નજર કે દાનત બગાડનાર મહિલાને ખરાબ કહેશો

જો નજર કે દાનત બગાડનાર મહિલાને ખરાબ કહેવામાં આવે તો વાંધો નથી, વાંધો ત્યારે આવે છે કે જ્યારે છોકરી ટૂંકી નિકર પહેરીને નીકળે અને છોકરો નજર કે દાનત બગાડે તો છોકરાને ખરાબ કહેવાને બદલે ત્યારે પણ છોકરીને જ ખરાબ કહેવામાં આવે છે! એ પિન્ક ટેક્સ છે. છોકરી હોવા બદલ વધારાની જવાબદારી. છોકરાની દાનત ન બગડે એનોય ખ્યાલ છોકરીઓએ રાખવાનો!

મહિનાનો ઘરખર્ચ પૂરો ન પડતો હોય તો પુરુષ ઓછું કમાય છે એમ કહેવાને બદલે કમેન્ટ એવી કરવામાં આવશે કપત્નીને ઘર ચલાવતાં નથી આવડતું! આવો ભેદભાવ જીવનના દરેક તબક્કે ચાલતો રહે છે. પિન્ક ટેક્સમાં મહિલાઓની સ્થિતિ બંને બાજુથી ભીંસાવા જેવી છે. એકબાજુ મહિલાઓ દરેક કામમાં પુરુષો જેટલું જ મહેનતાણું અમને કેમ ન મળે એવો સવાલ ઊભો કરી લડત ચલાવી રહી છે. એકસરખા કામ બદલ પુરુષને જેટલું મહેનતાણું ચૂકવવામાં આવે છે એના કરતાં મહિલાઓને ઓછું મહેનતાણું ચૂકવાય છે. બીજી બાજુ કોઈ સેવા કે વસ્તુ ખરીદવાની થાય તો પુરુષો પાસેથી ઓછો ભાવ લેવામાં આવે અને મહિલાઓ પાસેથી વધારે ભાવ લેવામાં આવે તો મહિલાઓએ તો બધી બાજુથી ભીંસાવાનું જ થાય ને!

ભારતમાં કરવામાં આવેલા સર્વે મુજબ એકસરખા જ કામ કરતા હોવા છતાં મહિલાઓને પુરુષો કરતાં ૨૦ ટકા ઓછી રકમ ચૂકવાય છે. અને એકસરખી જ સેવાઓ કે વસ્તુઓ ખરીદવામાં પુરુષો કરતાં સરેરાશ ૪૭ ટકા વધુ ભાવ લેવામાં આવે છે.

[email protected]