મહિલાઓને ટુ વ્હીલર ખરીદવા તમિલનાડુમાં ૨૫ હજારની સબસીડી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મહિલાઓને ટુ વ્હીલર ખરીદવા તમિલનાડુમાં ૨૫ હજારની સબસીડી

મહિલાઓને ટુ વ્હીલર ખરીદવા તમિલનાડુમાં ૨૫ હજારની સબસીડી

 | 2:05 am IST

કરન્ટ અફેર્સઃ -જયેશ ઠકરાર

તમિલનાડુના અમ્મા નામે કેન્ટિનના કન્સેપ્ટ પછી હવે અમ્મા ટુ વ્હીલર યોજનામાં મહિલાઓને ટુ વ્હીલર વાહનો ખરીદવા માટે સરકાર રૂ.૨૫ હજારની સબસીડી આપે તેવી જોગવાઈ છે.

જયપુરનું ગાંધીનગર રેલવે સ્ટેશન ભારતનું પહેલું ઓલ વુમન રેલવે સ્ટેશન બન્યું છે. આ સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટરથી ગેટકિપર સુધી તમામ પદ. પર મહિલાઓ જ કાર્યરત છે. ત્યાં સુધી કે અહીં સુરક્ષામાં તૈનાત જીઆરપી ટીમમાં પણ મહિલાઓ સામેલ હશે.

વર્લ્ડવોચ

મલેશિયામાં એશિયન ડેવલપમેન્ટ બેન્કના ડાયરેક્ટર જનરલ ઇંદુ ભૂષણ આયુષ્યમાનની ભારતીય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનના સીઈઓ તરીકે નિયુક્તિ થઈ.

ઉત્તર કોરિયાના ‘તાનાશાહ’ કિમ જોંગે બુલેટપ્રૂફ ટ્રેનમાં ચીનની મુલાકાત લીધી.

યુરોપ, અમેરિકામાં ૧૦૦થી વધુ રશિયન રાજદૂતોની હકાલપટ્ટી કરી પિૃમના દેશોનો રશિયા વિરુદ્ધ મોરચો માંડયો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોરેશિયસમાં હિન્દી સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું.

રાજ્યોની રફ્તાર

નગરપાલિકા સ્કૂલોમાં પ્રાથમિક કક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું સ્તર બહેતર બનાવવા માટે નવી દિલ્હીમાં ‘મિશન બિયાદ’ યોજના શરૂ થઈ છે.

રાજસ્થાન નિર્વાચન વિભાગ તરફથી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બે વખત પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દેવેન્દ્ર ઝાઝડિયાની નિમણૂક થઈ.

રમત-ગમત

બોલ ટેમ્પરિંગના મામલે ઓસ્ટ્રેલિયન કપ્તાન સ્ટિવ સ્મિથ અને ઉપ કપ્તાન ડેવિડ વોર્નર ઉપર એક વર્ષનો અને બોલર કેમરૂન બૈનક્રાફ્ટ ઉપર ૯ માસનો પ્રતિબંધ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મૂક્યો છે.

જિમ્નાસ્ટીકસ વિશ્વ કપમાં મહિલા વાલ્ટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતનાર અરૂણા રેડી પ્રથમ ભારતીય મહિલા બન્યા.

ઇંગ્લીશ લીગ કપ ફૂટબોલના ફાઈનલ મુકાબલામાં આર્સેનલને હરાવી માન્ચેસ્ટર સિટીએ ખિતાબ જીત્યો

માત્ર ૧૫ વર્ષની વયે હોકી વિશ્વકપમાં ૨૦૧૦માં ભાગ લેનાર રાની રામપાલને કોરિયા સામેની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનું સુકાન સોંપાયું

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનના ફાઈનલ મુકાબલામાં રાઉલ મસ્ટને હરાવી ભારતના પારૂપલ્લી કશ્યપે ખિતાબ જીત્યો.

શોધ-સંશોધન

ભારતીય રક્ષા અનુસંધાન સંગઠન દ્વારા સ્વદેશી ડ્રોન રૂસ્તમ-૨નું સફળ પરિક્ષણ થયું. આ ડ્રોન સતત ૨૪ કલાક ઊડી શકે છે, ઉપરાંત તે ૨૨ હજાર ફૂટ ઊંચાઈ સુધી હથિયારો પણ લઈ જઈ શકે છે. રૂસ્તમ-૧ના લોન્ચિંગ પછી ૭ વર્ષે બનેલા આ ડ્રોનનું કર્ણાટકમાં પરિક્ષણ થયા બાદ હવે તે અમેરિકી ડ્રોન ‘પ્રિડેટર’ને ટક્કર આપવા સક્ષમ છે.

ઈસરોએ આંધ્રપ્રદેશ સ્થિત સ્પેસ સેન્ટરથી જીસેટ-૬એ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કર્યાે.

ન્યૂઝ મેકર્સ

શાળા અને શિક્ષકો માટેના અભ્યાસક્રમમાં સુધારાથી જાણીતા પ્રોફેસર જે.એસ. રાજપૂતની યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના એક્ઝિકયુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બિહારના ગવર્નર સત્યપાલ મલિકને રાષ્ટ્રપતિએ ઓરિસ્સાનો વધારાનો હવાલો આપ્યો છે.

નિયુક્તિ

આતંકીઓને આર્થિક મદદ કરતાં દેશો ઉપર પ્રતિબંધ મૂકતી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સંસ્થાના ઉપાધ્યક્ષ દેશ તરીકે ચીનની પસંદગી થઈ

પંજાબ સ્કૂલ શિક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકે મનોહરલાલ કાંત કલોહિયાની નિમણૂક થઈ

ભારતીય નૌસેના એકેડમીના કમાન્ડન્ટ તરીકે વાઈસ એડમીરલ આર.બી.પંડિતની નિયુકિત

નિધન

અમેરિકાના ઘણા રાષ્ટ્રપતિઓના સલાહકાર રહી ચૂકેલા ઈસાઈ ધર્મના પ્રસિદ્ધ ઉપદેશક બિલી ગ્રેહમનું નિધન થયું

નેશનલ હેરાલ્ડના મુખ્ય સંપાદક અને નવજીવન તથા કોમી અવાજના ડિજિટલ પ્લેટફોર્મ સંભાળનાર નીલાભ મિશ્રાનું નિધન

ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના મિત્ર ભાનુકુમાર શાસ્ત્રીનું નિધન

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન