womens commission did suomoto IAS gaurav dahiyas alleged love affair
  • Home
  • Ahmedabad
  • IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ, બીજી પત્ની નિલુસિંઘે કહ્યું- ‘સસ્પેન્શન શું, મને તો ન્યાય મળે તેમાં રસ છે’

IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ, બીજી પત્ની નિલુસિંઘે કહ્યું- ‘સસ્પેન્શન શું, મને તો ન્યાય મળે તેમાં રસ છે’

 | 8:30 am IST

દિલ્હીના લિનું સિંઘે રજૂ કરેલા પુરવા સાચા ઠરતા IAS ગૌરવ દહિયાને દૂધે ધોયેલા જાહેર કરવામાં ગુજરાત સરકારના હાથ ટૂંકા પડયા છે. અગ્રસચિવ સુનયના તોમરના અધ્યક્ષપદે રચાયેલી પાંચ સેક્રેટરીઓની તપાસ સમિતિના અહેવાલને આધારે ય્છડ્ઢએ બુધવારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું હતુ. વર્ષ ૨૦૧૦ના બેચના આ IASને ડિસમિસ કરવા રાજ્ય સરકાર હવે ભારત સરકારને દરખાસ્ત કરશે.

ગુજરાતમાં પોસ્ટિંગ દરમિયાન ગૌરવ દહિયાએ સત્તાનો દૂરુપયોગ કરીને અનેક મહિલાઓ સાથે સંબંધો બાંધ્યા, તરછોડયાના ઘટનાક્રમમાં આ IAS ઓફિસર સામે થયેલા નૈતિક અધપતનના આક્ષેપો સત્ય હોવાનુ તપાસ સમિતિએ સરકારને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે.

હવે ખાતાકીય, પોલીસ, ACB પણ તપાસ કરશે

તપાસ સમિતિએ ગૌરવ દહિયા સામેના આક્ષેપો સાચા હોવાનુ ઠેરવી રિપોર્ટ સોંપતા સામાન્ય વહિવટ વિભાગ આ IAS સામે આવકથી વધુ સંપત્તિ, છેતરપિંડી અને ધાકધમકી આપ્યાના આક્ષેપો સબબ ખાતાકિય, પોલીસ કેસ અને લાંચ રૂશ્વત બ્યૂરા- ACB એમ ત્રિ-સ્તરીય તપાસ શરૂ કરાવશે.

સસ્પેન્શન શું, મને તો ન્યાય મળે તેમાં રસ છે  

દહિયાની બીજી પત્ની નિલુસિંઘે રાજ્ય સરકારના તપાસ પંચ અને ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીની તપાસથી સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સસ્પેન્શન શું, મને તો ન્યાય મળે તેમાં રસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન