મહિલા દિવસ પર અમિતાભે શેર કર્યો દીકરીનો ફોટો, ઐશ્વર્યાને કરી નજરઅંદાજ! - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.8800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહિલા દિવસ પર અમિતાભે શેર કર્યો દીકરીનો ફોટો, ઐશ્વર્યાને કરી નજરઅંદાજ!

મહિલા દિવસ પર અમિતાભે શેર કર્યો દીકરીનો ફોટો, ઐશ્વર્યાને કરી નજરઅંદાજ!

 | 3:39 pm IST

બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પત્ની જયા બચ્ચન, બેટી શ્વેતા નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યા બચ્ચનની તસવીરો શેર કરીને Women’s Dayનાં અભિનંદન પાઠવ્યા હતા. જો કે આ તસવીરોમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી નહોતી. મહિલા દિવસ અનુસંધાને અમિતાભે 2 ટ્વિટ કર્યા હતા જે ચર્ચાનો વિષય છે.

મહિલા દિવસ પર અમિતાભ બચ્ચને ઐશ્વર્યાની તસવીર કેમ શેર ના કરી તે વિશે કશું કહી શકાય નહીં. જો કે તેમણે પોતાના ટ્વિટર પર ફેન્સનાં સ્ટેટસ રીટ્વિટ કર્યા છે જેમાં ઐશ્વર્યા પણ જોવા મળે છે.

અમિતાભે આ સાથે એક વિડીયો પણ શેર કર્યો છે. વિડીયોનાં માધ્યમથી તેમણે મહિલાઓને બદલાવ માટે પ્રોત્સાહિત કરી હતી. અમિતાભે ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘On International Women’s Day, an Ode to Women and to The Women Champions of Swachh Bharat.’

આપને જણાવી દઇએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં લગ્ન 20 એપ્રિલ 2007નાં રોજ થયા હતા. તેમને આરાધ્યા નામની એક દીકરી પણ છે.

ઐશ્વર્યા રાય પૂર્વ મિસ વર્લ્ડ હોવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતુ નામ છે. તેમની સુંદરતા અને એક્ટિંગને કારણે તેમનું કમબેક પણ સફળ રહ્યું હતું.

અમિતાભ બચ્ચન અત્યારે ‘102 નોટ આઉટ’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. તો ઐશ્વર્યા પોતાની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ની શૂટિંગમાં વ્યસ્ત છે.