ગ્વાલિયરની મહિલાઓએ PM મોદીને આ રીતે મોકલ્યો ખાસ સંદેશ, જાણો શું છે - Sandesh
  • Home
  • India
  • ગ્વાલિયરની મહિલાઓએ PM મોદીને આ રીતે મોકલ્યો ખાસ સંદેશ, જાણો શું છે

ગ્વાલિયરની મહિલાઓએ PM મોદીને આ રીતે મોકલ્યો ખાસ સંદેશ, જાણો શું છે

 | 4:44 pm IST

કેન્દ્ર સરકાર દ્વારા સેનેટરી નેપકિનને જીએસટી દાયરામાં લાવવાની જાહેરાત બાદ મધ્યપ્રદેશમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્વાલિયરમા મહિલાઓએ સેનેટરી નેપકીનને ટેક્સ ફ્રી કરાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. મહિલાઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ મળીને એક હજાર નેપકીન અને પોસ્ટકાર્ડ હસ્તાક્ષરિત કરીને પીએમ મોદીને મોકલશે.

નેપકીન પર પડ્યો મોંઘવારીનો માર
ગ્વાલિયરમાં રહેતી પ્રીતિ દેવેન્દ્ર જોશીએ કહ્યું કે, પીએમ મોદી સ્વચ્છતા માટે અભિયાન ચલાવી રહ્યા છે, ને બીજી તરફ મહિલાઓ દ્વારા માસિક ધર્મ દરમિયાન ઉપયોગમાં લેવાતા સેનેટરી નેપકીનને લક્ઝરી સામાન ગણાવે છે. નેપકીન પહેલે જ મોંઘા હતા, આવામાં તેના પર ટેક્સ લાગવાથી તે વધુ મોઁઘા થઈ ગયા છે.

મહિલાઓની જરૂરતનો સવાલ છે
પ્રીતિનું કહેવુ છે કે, 15થી 40 વર્ષની દરેક મહિલાઓને દર મહિને ઓછામાં ઓછા 4થી 5 નેપકીનની જરૂર પડે છે. પહેલા જ મોઁઘવારીને કારણે મહિલાઓ નેપકીન ખરીદી શકવા સક્ષમ ન હતી. જેને કારણે તેઓ ઘરમાં પડેલા ફાટેલા અને જૂના કપડાઓનો ઉપયોગ કરતી હતી. જે રીતે નેપકીનના ભાવ દર વધી રહ્યા છે, તે જોઈને લાગ છે કે, આવનારા સમયમાં મધ્યમવર્ગની મહિલાઓ આ તેનો ઉપયોગ નહિ કરી શકે. જેનો સીધો અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર પડશે.

નેપકીન પર નામ અને મેસેજ
ગ્વાલિયરની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા આ અભિયાનમાં યુવતીઓ અને મહિલાઓ નેપકીન પર તેમનું નામ અને સંદેશ લખવા જઈ રહી છે. આ અભિયાનને 5 માર્ચ સુધી ચલાવવાની યોજના છે. અભિયાનને ચલાવનારી મહિલાઓનું કહેવું છે કે, આ સંદેશ પીએમ મોદીને મોકલીને તેમણે નેપકીન પર લાગુ 12 ટકા જીએસટી સહિત અન્ય ટેક્સને નાબૂદ કરવાની માંગ કરી છે. આ તમામ મહિલાઓને આશા છે કે, પીએમ મોદી તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેપકીનને જીએસટી ટેક્સના દાયરામાઁથી બહાર કરવાનો પ્રયાસ કરે.