મહિલા T-20: BCCIએ કર્યું એલાન, 'મહિલા IPL'માં આ ખેલાડીઓ કરશે કેપ્ટનશિપ... - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મહિલા T-20: BCCIએ કર્યું એલાન, ‘મહિલા IPL’માં આ ખેલાડીઓ કરશે કેપ્ટનશિપ…

મહિલા T-20: BCCIએ કર્યું એલાન, ‘મહિલા IPL’માં આ ખેલાડીઓ કરશે કેપ્ટનશિપ…

 | 6:36 pm IST

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર 22 મેના રોજ યોજાનાર મહિલા T-20 ચેલેન્જ મેચમાં ટીમોની આગેવાની કરશે. આ મેચ આઈપીએલના ક્વોલિફાયર મુકાબલા અગાઉ રમાશે.

આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, અમારો પ્રયાસ મહિલા ક્રિકેટરોને પણ આઈપીએલ જેવો મંચ પ્રદાન કરવાનો છે. આ માટે અમે ઘણા ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી હતી અને તેમાં સફળતા મળી હતી.

ન્યૂઝીલેન્ડની કેપ્ટન સુઝી બેટ્સ, મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધી સદી ફટકારનાર સોફી ડેવિન, ઓસ્ટ્રેલિયાની એલિસે પેરી, વિકેટકીપર એલિસાહેલી, મેગન સ્કટ અને બેથ મીનીએ આ મેચમાં રમવા માટેની પુષ્ટિ કરી છે.

ઇંગ્લેન્ડની ડેનિયલ વેટ અને ડેનિયલ હેઝલ ભાગ લઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 22મી મેના રોજ યોજાશે.