અફસોસ ક્યારેય ભૂલ ફરી થવા દેતો નથી ! - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • અફસોસ ક્યારેય ભૂલ ફરી થવા દેતો નથી !

અફસોસ ક્યારેય ભૂલ ફરી થવા દેતો નથી !

 | 1:42 am IST

આર્ટ ઓફ લિવિંગ: શ્રી શ્રી રવિશંકર

એક ભક્તે કહ્યું, “જો મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો.” તમને માફ શા માટે કરવા જોઈએ? તમે માફી એટલા માટે માંગો છો કે, તમને એ વાતનો અફસોસ છે અને તમારે તેમાંથી છૂટવું છે, ખરું ને? એ વસવસો એમ જ રહેવા દો. એ અફસોસ જ ફરીવાર ભૂલને થતી રોકશે. માફી મળવાથી અફસોસ રહેતો નથી અને તમે વારંવાર એની એ ભૂલ કરતા રહો છો.

પરંતુ એક ભૂલ એ ભૂલ જ છે એવું તમે કેવી રીતે જાણો છો? ભૂલ એવી વસ્તુ છે જેનાથી તમને અફસોસ થયા. આ અફસોસ જ તમારા આત્માને ડંખે છે અને એ અફસોસ જ ભૂલને ફરીવાર થવા નથી દેતો. આ અફસોસને બરકાર રાખો, પરંતુ એ ભૂલ માટે પોતાને ગુનેગાર ન માનશો. આ એક સૂક્ષ્મ સંતુલન છે. અપરાધભાવ કોઈ એક કાર્ય માટે હોય છે, જ્યારે અફસોસ એ કાર્યથી ઉપજેલા પરિણામ કે ઘટના માટે હોય છે. તમે જે કંઈ કર્યું તે બદલ અપરાધભાવ અનુભવી શકો, પરંતુ પરિણામે જે કંઈ બાહ્ય જગતમાં થયું તે બદલ અપરાધભાવ રાખી ન શકો. પરંતુ જે કંઈપણ થયું પછી તે તમારે કારણે હોય કે અન્ય કોઈને કારણે, તમારામાં એ અફસોસ જરૂર પેદા કરી શકે.

તમે તમારા અપરાધભાવને જ્ઞાાન દ્વારા જ ઓળંગી શકો અથવા મીટાવી શકો- આ જ્ઞાાન એટલે મનની પ્રકૃતિ અંગેની જાણકારી, ચેતના અંગેની જાણકારી. અને બનેલી ઘટનાનું વિશાળ દ્રષ્ટિકોણથી અવલોકન. તમે તમારી ભૂલો પાસેથી શીખી શકો. પરંતુ મેળવેલું જ્ઞાાન બૌદ્ધિક સ્તરે હોય છે જ્યારે થયેલો અફસોસ ભાવનાત્મક સ્તરે હોય છે. ભાવનાત્મક સ્તરનું દબાણ બૌદ્ધિક સ્તરના દબાણથી ખૂબ જ વધારે હોય છે, તેથી જ તમને થયેલો અફસોસ એ જ ભૂલને ફરીવાર નથી થવા દેતો. પરંતુ તેમને માત્ર ભાવનાત્મક બળો જ ગતિ નથી આપતા. તમારા બૌદ્ધિક બળો પણ તમારી ભાવનાઓ પર કાબૂ રાખે છે.

અફસોસ જરૂર અનુભવો. આ અફસોસ જ તમારામાં એક એવું જ્ઞાાન લાવશે કે જે કંઈ થયું એ તમારી શક્તિ બહારનું હતું. આ જ્ઞાાન જ તમને સમર્પણ તરફ દોરી જશે. આ આત્મસમર્પણ જ તમને અપરાધથી મુક્ત કરશે. આ રીતે અફસોસમાંથી જ્ઞાાન અને સમર્પણમાંથી મુક્તિ એ જ પ્રગતિના સોપાન બને છે.

[email protected]