ઊનના દોરા વડે ડેકોરેટ કરો દાંડિયા - Sandesh
  • Home
  • Kids Corner
  • ઊનના દોરા વડે ડેકોરેટ કરો દાંડિયા

ઊનના દોરા વડે ડેકોરેટ કરો દાંડિયા

 | 12:09 am IST

સામાન્ય દિવસોમાં તો વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને અવનવી વસ્તુઓ આપણે બનાવીએ જ છીએ. નવરાત્રિને શરૂ થવાને ગણતરીના દિવસો રહ્યાં છે. તો નવરાત્રિના નવ દિવસમાં ગરબાની સાથે રાસ રમવા માટે દાંડિયા જરૂરી જ છે. મોટાભાગે લોકો લાકડાના દાંડિયા ખરીદે છે, જે દાંડિયા બીજા વર્ષે તો જુના લાગે છે, અને જો બજારમાંથી પ્રિન્ટેડ દાંડિયાની ખરીદી કરીએ તો તે બીજા વર્ષે ઓલ્ડ સ્ટાઈલ થઈ જાય છે. તો દર વર્ષે લેટેસ્ટ ટ્રેન્ડી દાંડિયા ખરીદી કરવી શક્ય નથી. તો જૂના જ લીધેલા દાંડિયાને ફરી ડેકોરેટ કરીને નવો લુક મેળવી શકાય છે.

દાંડિયા ડેકોરેટ કરવા માટે કોઈ એક રંગીન કાપડ લો, તે કાપડને દાંડિયા પર વીંટી અને સિલાઈ કરી લો. ત્યાર બાદ કોઇ એક રંગનો ઊનનો દોરો પસંદ કરો, તેને દાંડિયાના કોઈ એક છેડા પરથી દાંડિયા પર વીંટવાની શરૂ કરો. દાંડિયા પર ઊનનો દોરો વીંટાઈ જાય ત્યાર બાદ તેની પર સ્ટોન લગાવી શકો છો, અથવા તો ચળકતી ગોલ્ડન કે સિલ્વર રંગની પટ્ટી લગાવી શકો છો. ત્યાર બાદ તમે દાંડિયાના એક છેડા પર લટકણ લગાવો.

લટકણ બનાવવા માટે પહેલા એક નાયલોન દોરી લો, તેમાં એક મોટો મોતી લગાવીને ત્યાર બાદ નાના મણકાં લગાવીને લટકણ તૈયાર કરો. લટકણમાં તમે મોતી ઉપરાંત મોરપીંછ, કોડીઓ તથા પમપમનો ઉપયોગ કરી શકો છો.