વર્કિંગ વુમનની હેન્ડબેગમાં શું હોવું જોઈએ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • વર્કિંગ વુમનની હેન્ડબેગમાં શું હોવું જોઈએ?

વર્કિંગ વુમનની હેન્ડબેગમાં શું હોવું જોઈએ?

 | 4:58 am IST

સુંદરતા ઉપર ફક્ત ગ્લેમર વર્લ્ડની બ્યુટીઝનો જ ઈજારો નથી. સ્કિન અને ડ્રિેસંગની રોજ બરોજ કરવામાં આવતી થોડી કેર તમે છો તેના કરતા વધારે સુંદર તમને દેખાવવામાં મદદ કરશે. એવું કહેવાય છે કે લેડિઝનું હેન્ડ બેગ અલીબાબાની ગુફા જેવું હોવું જોઈએ. તેમાં પણ ખાસ વર્કિંગવુમનના બેગમાં સૌંદર્ય પ્રદાન કરે તેવી બધી જ સામગ્રી હોવી જરૂરી છે. ડેઈલી તમારી જાતને રિફ્રેશ રાખવા માટે તમારી હેન્ડબેગમાં શું રાખવું જોઈએ તેના ચેકલિસ્ટ ઉપર એક નજર કરીએ.

ચહેરો તમારા વ્યક્તિત્વનું દર્પણ છે. તમારા સારા ખરાબ મૂડની ઝાંખી તેના ઉપરથી થઈ આવે છે ઉપરાંત થાક અને મૌસમની અસર પણ તેના ઉપર એટલી જ ઝીલાય છે. સવારની તાજગી સાંજ થતા ઓસરવા લાગે છે. ડસ્ટ અને સ્વેટ તમારી સ્કિનને ઝાંખી બનાવી દે છે. આથી તમારી બેગમાં વાઈપિંગ પેડસ હંમેશા રાખવા.

ગરમ અને ભેજવાળા મોસમમાં પરફયુમ વાળા વાઈપીન પેડનો ઉપયોગ કરવો. જેના ઉપયોગને કારણે સ્કિન ઉપર રહેલા ભેજ અને ડસ્ટ સરળતાથી દૂર થશે અને સ્કિન ફ્રેશ લાગશે.

હેન્ડબેગમાં સૌથી મહત્ત્વની વસ્તુ કોમ્પેક્ટ છે. પાઉડર કોમ્પેક્ટની મદદથી તમે ફેસ ઉપરનું ઓઈલ સરળતાથી દૂર કરી શકશો. સાથે તે ચહેરા ઉપર સ્વેટ થતા અટકાવશે.

કોમ્પેક્ટ જેવી જ બીજી મહત્ત્વની વસ્તુ લિપસ્ટિક, લિપસ્ટિક વગર તમારું હેન્ડ બેગ અધુરું છે. દિવસ દરમિયાન લંચ લીધા પછી હોઠને ફરીથી ટચઅપ આપવા માટે લિપસ્ટિક અનીવાર્ય થઈ જાય છે.

તે ઉપરાંત બેગમાં એક નાનો મિરર, હેર બ્રશ, કોમ્બ, નાનો રૂમાલ, પર્ફયૂમ અને કાજલ જેવી વસ્તુ રાખવી જરૂરી છે.

સાથે જો તમારે ઓફિસ દરમિયાન બહાર તડકાનાં જવાનું થતુ હોય તો સન સ્કિન લોશન રાખવું જોઈએ. જેનાથી તમારી સ્કિનના પ્રોટેકશન મળી રહેશે. આ બધી વસ્તુ તમારી સુંદરતા બરકરાર રાખવાની સાથે તમે તમારી જાત માટે કેટલા સજાગ છો તે પણ વ્યક્ત છે.

સૌથી મહત્વની વાત એ છે કે બેગમાં બીજી પણ ઘણી અગત્યની વસ્તુ હશે, જેવા કે અગત્યના ડોક્યુમેન્ટ, પૈસાનું વોલેટ, લાઈસન્સ , ક્રેડીટ કાર્ડ આ બધી વસ્તુને જ્યારે એક બેગમાં જ મૂકવાની હોય ત્યારે બધુ ઢુટુ ન મુકતા અલગ અલગ પાઉચમાં રાખી ઓર્ગેનાઈઝ કરીને મૂકો. આઈકાર્ડ અને ચાવીઓ માટે એક અલગ અને સ્પેસિફિક ખાનું જ રાખો જેથી જરૂર પડે તરત હાથમાં આવી જાય. શક્ય હોય તો પર્સની બહારની સાઈડનાં ચેનવાળા ખાનામાં રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન