NIFTY 10,110.60 -76.00  |  SENSEX 32,728.04 +-213.83  |  USD 65.3100 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • વર્કિંગ વુમન માટે આ ટિપ્સ છે એકદમ બેસ્ટ, કરો ફોલો અને રજાના દિવસે રહો ફ્રી

વર્કિંગ વુમન માટે આ ટિપ્સ છે એકદમ બેસ્ટ, કરો ફોલો અને રજાના દિવસે રહો ફ્રી

 | 12:08 pm IST

આપણે મોટાભાગે દરેક વર્કિંગ વુમનના મોંમાંથી એક જ વાત સાંભળતા હોઈએ છીએ કે અમારી પાસે સમય જ નથી. અમારે તો ઘર, ઓફિસ અને પરિવાર સંભાળવાનું હોય છે તેથી અમને તમારી માટે તો સમય જ નથી મળતો. વર્કિંગ વુમન થોડા આયોજન સાથે ચાલે તો તમામ કામ આરામથી થઈ શકે. આમ, જો કામ થોડા પ્લાનિંગ સાથે કરવામાં આવે તો કોઈ પણ કામ તમે સરળતાથી કરી શકો છો. અહીં તમને થોડી ટિપ્સ આપવામાં આવી છે, જેનાથી તમારું કામ સરળતાથી થઈ શકશે…

1. અઠવાડિયાનું મેનું બનાવીને તે અનુસાર રજાના દિવસે જ ખરીદી કરી લેવી. રજાના આગળના દિવસે તમે તૈયાર કરેલ મેનુની ખરીદી કરી શકો છો.

2. રજાના દિવસે શાકભાજીને સમારી બેગમાં પેક કરી લો. લસણ ફોલીને થોડું મીઠું ભભરાવી એરટાઈટ કન્ટેનરમાં મૂકી રાખો. આદું-મરચાની પેસ્ટ બનાવી દો. જરૂરી ચટણીઓ પીસીને રાખો. ટામેટાની પ્યુરી કે ગ્રેવી બનાવી લો. આ બધી વસ્તુઓને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.

3. કિચનની સામગ્રી ભરવા માટે પારદર્શક ડબ્બા રાખો. જેથી કઈ વસ્તુ ઘરમાં કેટલા પ્રમાણમાં છે તે ધ્યાનમાં રહે અને શોપિંગ લિસ્ટ બનાવવામાં સરળતા રહે. દર વખતે ડબ્બા ખોલીને ચેક કરવાની માથાકૂટ ન કરવી પડે.

4. કેબિનેટમાં એક જગ્યા અલગ રાખો જ્યાં વોટરબોટલ, જિપલોક બેગ, ફોઈલ વગેરે મૂકો. જેથી સવારના સમયે ટિફિન ભરતી સમયે ડબ્બા શોધવામાં ટાઈમવેસ્ટ ન થાય.

5. કિચન કેબિનેટની એક શેલ્ફ પર બ્રેકફાસ્ટ માટેની સામગ્રી જ રાખો. જેમ કે સિરિયલ્સ, બ્રાઉન સુગર, જેમ, પીનટ બટર, ટી બેગ, મિલ્ક પોટ, શુગર પોટ વગેરે રાખો. તેની સાથે સિરિયલ્સ માટેના બાઉલ પણ રાખી દો. જેથી સવારના નાસ્તાનું ટેન્શન ખતમ થાય.