વર્લ્ડ બેન્કે ભારતના જીડીપી વધારાના અંદાજમાં કર્યો ઘટાડો

230

વર્લ્ડ બેન્કે મોટી રકમની નોટો રદ થવાને પગલે 2016-17માં ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરી સાત ટકા કર્યા છે. જોકે આ આંક હજુ પણ આકર્ષક છે.

આઠમી નવેમ્બરે રૂ. 500 અને રૂ. 1000ની નોટો રદ થયા પછીના પ્રથમ અહેવાલમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે નોટો રદ થવાને કારણે વેપાર અને ઘર ખર્ચમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. વર્લ્ડ બેન્કે અગાઉ ભારતની જીડીપીમાં 7.6 ટકાનો અંદાજ મુક્યો હતો.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ભારતમાં નવેમ્બર મહિનામાં સરકાર મોટી રકમની નોટો રદ કરી હતી અને આ સાથે નવી ચલણી નોટો પણ ચલણમાં મુકી હતી. આથી આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થયો છે. ભારત 2016-17માં સાત ટકાની વૃદ્ધિ નોંધાવે છે તો પણ તે વિસ્વમાં સૌથી ઝડપી અર્થતંત્ર બની રહેશે. આ રીતે ભારત ચીન કરતાં આગળ નીકળી જશે.