NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જોઈતી હોય સારી છોકરી, તો આ કંપનીમાં કરજો નોકરી

જોઈતી હોય સારી છોકરી, તો આ કંપનીમાં કરજો નોકરી

 | 8:05 am IST


એન્જિનિયરીંગ કે ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી)માંઅભ્યાસ પૂર્ણ કર્યા પછી સારી નોકરીની ચિંતા રહે છે. સારી કંપની સાથે સારો પગાર મળે તેવી પણ અપેક્ષા રખાય છે. મગજમાં આવા વિચારો આવે તે સહજ છે. જોકે નોકરીવાંચ્છુઓના આ પ્રશ્નોના જવાબ અત્રે રજૂ કરેલી ડ્રીમ કંપનીઓના લિસ્ટમાંથી મળી શકે છે, આ ડ્રીમ કંપનીઓ નીચે મુજબ છે. આ કંપનીઓ આમ તો અમેરિકાની છે, પરંતુ ભારતમાં પણ તેની ઓફિસ છે.

ગૂગલ
ક્રમાંક-1
અમેરિકાના માઉન્ટ વ્યૂ વેલી કેલિફોર્નિયાની કંપની ગુગલે આખી દુનિયામાંપોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ કંપનીએ ઈન્ટરનેટ સંબંધિત પ્રોડક્ટમાં નિપૂણતા મેળવી છે. જોકે તે ગૂગલ સર્ચ એન્જિન માટે જાણીતી છે. કંપનીમાં નોકરી મળતાં જ ડ્રીમ જોબનું સપનું સાકાર થઈ જાય છે તેમ કહેવું અજૂગતું નહીં ગણાય.
માઈક્રોસોફ્ટ
ક્રમાંક-2
માઈક્રોસોફિટ અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલી ટેક કંપની છે. કંપની મુખ્યત્વે કમ્પ્યૂટર સોફટવેર બનાવે છે અને વેચે છે.
એપલ
ક્રમાંક-3
અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની એપલ કન્ઝ્યુમર ઈલેકટ્રોનિક્સ અને કમ્પ્યૂટર સોફટવેરનું ઉત્પાદન કરે છે. એપલ મેકિન્ટોશ, આઈપોડ અને આઈફોન જેવા હાર્ડવેર ઉત્પાદનો માટે પણ કંપની જાણીતી છે.
આઈબીએમ
ક્રમાંક-6
ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન (આઈબીએમ) નામની આ કંપની ન્યૂયોર્કની છે. 1911માં આ કંપનીનો આરંભ થયો હતો.
ઈન્ટેલ
ક્રમાંક-7
ઈન્ટેલ કોર્પોરેશન કેલિફોર્નિયા સ્થિત કંપની છે. તેની સ્થાપના 1968માં થઈ હતી.