World Blood Donor Day: These benefits come from blood donation
  • Home
  • Featured
  • વિશ્વ રક્તદાતા દિન: રક્તદાન કરવાથી થાય છે લાભ, આ બીમારીઓથી મળશે રાહત

વિશ્વ રક્તદાતા દિન: રક્તદાન કરવાથી થાય છે લાભ, આ બીમારીઓથી મળશે રાહત

 | 9:33 am IST

કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન. તેનાથી ન માત્ર તમે ઘણા લોકોને નવુ જીવનદાન આપી શકો છો પરંતુ ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. ભારતમાં દર વર્ષે એક કરોડ બ્લડ યુનિટની જરૂરત પડે છે. જો કોઇ બ્લડ ડોનેટ કરે તો આ લોહીની ભરપાઇ કેવી રીતે થશે. જેથી લોહીનું દાન કરવું ખૂબ જરૂરી છે. માત્ર એટલા માટે જ નહીં પરંતુ તેના ઘણા ફાયદાઓ પણ થાય છે.

– દર 3 મહીનામાં એક વખત બ્લડ ડોનેટ કરવું જોઇએ. તેનાથી આયરનનું પ્રમાણ યોગ્ય રહે છે અને હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે.

– બ્લડ ડોનેશનથી તમે લાંબા સમય સુધી જવાન રહો છો અને સ્ટ્રોક તેમજ હાર્ટ એટેકથી પણ બચાવે છે.

– ડોક્ટરો અનુસાર, બ્લડ ડોનેટ કરવાથી શરીરમાં આયરનનું પ્રમાણ યોગ્ય રહે છે. વધારે આયરનના કારણે લીવર ટિશૂનું ઓક્સીડેશન થાય છે. જેનાથી તે ડેમેજ થઇ શકે છે અને આગળ જતા કેન્સર થાય છે. જેથી નિયમિત રીતે બ્લડ ડોનેટ કરવાથી લીમર ડેમેજ તેમજ કેન્સરનું જોખમ ઓછું થાય છે.

– બ્લડ ડોનેશનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. એક વખત બ્લડ ડોનેટ કરવાથી 650-700 કેલરી ઘટાડી શકો છો કેલરી ઘટવાથી વજન પણ ઓછું થાય છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે દર મહીને બ્લડ ડોનેટ કરો. યાદ રાખો કે 3 મહિનામાં માત્ર એક વખત રક્તદાન કરવું જોઇએ.

– બ્લડ ડોનેશનથી માનસિક સંતુષ્ટિ પણ મળે છે. કારણકે તમારા દ્વારા ડોનેટ કરવામાં આવેલા બ્લડ ઓછામાં ઓછા 2-3 લોકોને નવું જીવનદાન મળે છે. જેનાથી ખુશી અને માનસિક સંતુષ્ટિનો અનુભવ થાય છે.

– બ્લડ ડોનેશનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેના કારણે આપણું શરીર ઘણી બીમારીઓથી લડવામાં સક્ષમ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન