આજે વર્લ્ડ હેપીનેસ ડે,ભારતીયો કરતાં પાકિસ્તાનીઓ છે વધારે ખુશ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આજે વર્લ્ડ હેપીનેસ ડે,ભારતીયો કરતાં પાકિસ્તાનીઓ છે વધારે ખુશ

આજે વર્લ્ડ હેપીનેસ ડે,ભારતીયો કરતાં પાકિસ્તાનીઓ છે વધારે ખુશ

 | 11:15 am IST

દુનિયાના દેશોમાં ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ તેમજ ઇકોનોમી સ્ટ્રોંગ બનાવવા માટે ભાર આપવામાં આવે છે. ભારતમાં રોજગારી, પ્રાથમિક સ્વાસ્થ્ય જેવાં ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવે છે. દુનિયા ટેક્નોલોજી, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થની સુવિધાઓ વધારવા માટે પ્રયાસો કરે છે. માનસિક સ્વાસ્થ્યનો વિકાસ પાછળ પડતો જાય છે. ભારત જેવો વિકાસશીલ દેશમાં હેપીનેસ અને માનસિક સ્વાસ્થ્યમાં ઘણો પછાત છે. ભારતનોે હેપીનેસ આંક ૧૧૮મા ક્રમ પર છે. જે પાકિસ્તાન અને બાંગલાદેશ કરતાં પણ પાછળ છે.હેપીનેસ આંકમાં ડેન્માર્ક પ્રથમ, સ્વિત્ઝરલેન્ડ બીજો અને ત્રીજા ક્રમે આઇસલેન્ડ છે. એમએસ યુનિ.ના સાઇકોલોજીના મદદનીશ પ્રાધ્યાપક કિરણસિંહ રાજપૂતે આપી હતી.

વર્લ્ડ હેપીનેસ ડે પર પ્રો.કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સુખ આર્થિક માપદંડ પર નથી. સુખ હંમેશાં નાના નાના માર્ગોથી જ મળતું હોય છે. સુખ મેળવવા કોઇ ખાસ ખર્ચ કરવો પડતો નથી. સુખ પોતાના પરિવારમાંથી તેમજ આસપાસના લોકોમાંથી મળતું હોય છે. સોશિયલ મીડિયામાં ફેસબૂક અથવા વોટસ અપ પર જૂના મિત્રનું મળવું અથવા કોઇ મિત્ર દ્વારા જૂનો ફોટો મૂકવામાં આવે તો સુખનો ભાવ થતો હોય છે. સુખદ સંસ્મરણો સુખ લાવતાં હોય છે. વ્યક્તિએ ભવિષ્યમાં સુખી થવા માટે વર્તમાનમાં સુખદ સંસ્મરણો એકઠાં કરવાં જોઇએ. નાનાં બાળકોને કોઇની ઇર્ષા હોતી નથી. બાળકોના સુખ પણ નાનાં નાનાં હોય છે. બાળકો સાથે રમવાથી સુખનો અહેસાસ થતો હોય છે. વ્યક્તિ ગમે તેટલા ખરાબ મૂડમાં હોય અને જ્યારે ગમતું ગીત વાગે છે, તો આપોઆપ તેનો મૂડ બદલાતો જાય છે. અચાનક ઘરમાં સ્કૂલ કે કોલેજ સમયની નોટ મળી આવે કે જૂના કપડાં મળી આવે ત્યારે આનંદની અનુભૂતિ વ્યક્ત થતી હોય છે.

(બોક્સ ) ઉપનિષદમાં ત્યાગીને ભોગવવાનો ઉલ્લેખ સુખ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે

જ્યારે કોઇ વ્યક્તિ કે સમાજ માટે કશું પણ પ્રદાન કરવામાં આવે ત્યારે સૌથી વધુ સુખની લાગણી થતી હોય છે. ગરીબ બાળકને મોંઘી ગાડીમાં બેસાડીને આંટો મારવામાં આવે અને તે સમયે ગરીબ બાળકના ચહેરા પર જોવા મળતું સ્માઇલ સુખની અનુભૂતિ કરાવતું હોય છે. ઉપનિષદ તેમજ ગીતામાં કોઇપણ વસ્તુનો ઉપભોગ કરતાં અગાઉ ત્યાગની ભાવના રાખવામાં આવે તો શ્રેષ્ઠ સુખ આપે છે. સુખ મેળવવા માટે નવું શીખતા રહેવું જોઇએ.