વર્લ્ડ ચેમ્પિયનશિપ: જૂનિયર શૂટર હૃદય હજારિકાએ ગોલ્ડ પર સાંધ્યુ નિશાન - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • વર્લ્ડ ચેમ્પિયનશિપ: જૂનિયર શૂટર હૃદય હજારિકાએ ગોલ્ડ પર સાંધ્યુ નિશાન

વર્લ્ડ ચેમ્પિયનશિપ: જૂનિયર શૂટર હૃદય હજારિકાએ ગોલ્ડ પર સાંધ્યુ નિશાન

 | 1:30 pm IST

17 વર્ષિય ભારતીય નિશાનેબાજ હૃદય હજારિકાએ આઇએસએસએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં જૂનિયર 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે, જ્યારે જુનિયર મહિલા ટીમએ નવા વિશ્વ રેકોર્ડ સાથે બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર લીધો છે.

ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાવાળા એક માત્ર ભારતીય હજારિકાએ 627.3નો સ્કોર કર્યો. ફાઇનલમાં તેમનો અને ઇરાનના મોહમ્મદ આમિર નેકુનામનો સ્કોર 250.1 રહ્યો, હજારિકાએ શૂટ ઓફમાં જીત હાંસલ કરી. રૂસનાં ગ્રીગોરી શામાકોવને કાંસ્ય મેડલ મળ્યો.

ભારતીય ટીમ 1872.3 અંક લઇ ચોથા સ્થાને રહી, જેમા હજારિકા, દિવ્યાંશ પવાર અને અર્જૂન બાબુટા સામેલ હતાં.

ભારતીય જૂનિયર મહિલા 10 મીટર એર રાઇફલ ટીમે 1880.7ના સ્કોર સાથે વિશ્વ રેકોર્ડ બનવતાની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતીય ટીમમાં સામેલ ઇલાવેનિલ વાલારિવાન (631), શ્રેયા અગ્રવાલ (628.5) અને માનિની કૌશિક (621.5)એ સારૂ પ્રદર્શન કર્યું.

જૂનિયર વિશ્વકપ સ્વર્ણ પદક વિજેતા ઇલાવેનિલએ નવો જૂનિયર વિશ્વ કપ રેકોર્ડ પણ બનાવ્યો. આ પછી ઇલાવેનિલએ જૂનિયર મહિલા 10 મીટર રાઇફલમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો, જ્યારે શ્રેયા અગ્રવાલે બ્રૉન્ઝ મેડલ પર કબ્જો કર્યો.

સીનિયર વર્ગમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતને નિરાશા હાથ આવી, કારણ કે, કોઇ પણ ભારતીય ફાઇલનલમાં સ્થાન બનાવી શક્યા નહી.

એશિયાઇ રમતોમાં રજત પદક વિજેતા સંજીવ રાજપુત 58માં સ્થાન પર રહ્યા, સ્વપ્નિલ કુશાવે 55માં અને અખિલ શેરોન 44માં સ્થાન પર રહ્યા. ભારતીય ટીમ 11માં સ્થાને રહી.

આ ટૂર્નામેન્ટમાં ભારતના 6 ગોલ્ડ, 7 લિલ્વર અને 5 બ્રૉન્ઝ મેડલ સાથે કુલ 18 મેડલ થઇ ગયા છે.