The price if for the design and of course, the diamonds.
  • Home
  • Featured
  • આ છે દુનિયાના સૌથી મોંઘા ફોન કિંમત જાણીને તમે રહી જશો દંગ

આ છે દુનિયાના સૌથી મોંઘા ફોન કિંમત જાણીને તમે રહી જશો દંગ

 | 4:42 pm IST

આપણા જીવનનું અભિન્ન અંગ બની ચુક્યુ છે સ્માર્ટફોન આપણે કદાચ ફોન વીનાની આપણી દુનિયાને કલ્પી પણ ન શકીએ. દરેકને જીવનમાં કોઈને કોઈ વાતનો શોખ હોય છે કોઈને ગાડી ખરીદવાનો તો કોઈને બંગલા કે મિલ્કત ખરીદવાનો તો કોઈને વળી ફોન ખરીદવાનો શોખ હોય છે. પણ આજે અમે જે ફોનની વાત કરી રહ્યા છીએ તે લાખો નહી પણ કરોડોની કિંમતના ફોન છે જીહા આ વાત એટલી જ સત્ય છે તમને જાણીને નવાઈ લાગશે કે શુ ખરેખર કરોડોની કિંમતના પણ ફોન હોઈ શકે છે જીહા આજે અમે દુનિયાના આવા જ ખાસ ફોન લઈને આવ્યા છીએ જેની કિંમત કરોડોમાં છે.

56 કરોડનો મોબાઈલ ફોન સાંભળવામાં જ થોડુ અજીબ લાગે પણ આ વાત એટલી જ સાચી છે. દુનિયાના સૌથી મોંઘા આ ફોનની કિંમત 56 કરોડ રૂપિયા છે. આ સિવાય કેટલીક કંપનીઓએ ખાસ આવા મુલ્યવાન ફોન તૈયાર કર્યા છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે.

Diamond Rose iPhone 32GB કિંમત 56 કરોડ

આ દુનિયામાં સૌથી મોંઘો મોબાઈલ ફોન છે જેમાં 500 હીરાઓ લગાવવામાં આવ્યા છે ફોનમાં 32GB મેમરી છે. ફોનમાં 8 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા છે, ફોનમાં 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા છે.

Gold sticker iPhone 3G 32GB કિંમત 21 કરોડ

આ ફોનની ડિઝાઈન અને ક્રાફ્ટ દુનિયાના ફેમસ ડિઝાઈનર સ્ટૂઅર્ટ હ્યૂજેસે કર્યો છે. આ ફોનમાં 26 કેરેટના બ્લેક ડાયમંડ લગાવવામાં આવ્યા છે. સાથે જ આને 24 કેરેટના ગોલ્ડથી સજાવવામાં આવ્યો છે.

The Diamond Crypto કિંમત 8.97 કરોડ

આ ફોનના બેક સાઈડમાં પણ હિરા લગાવવામાં આવ્યા છે. બ્લેક ડાયમંડ આઈફોન 5ના પાછળના ભાગમાં એપલનો લોગો પણ હિરાઓથી સજાવવામાં આવ્યો છે.

VIPN Black Diamond કિંમત 2.7 કરોડ

આ ફોનમાં ચાર ઈંચની સ્ક્રિન છે. બ્લેક ડાયમંડ આઈફોનમાં 8 મેગાપિક્સલનો રેકોર્ડિંગ કેમેરો છે. આ આઈફોન 6જીબી રેમ, 32જીબી અને 64 જીબી વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.