World Cup 2019: Chahal and Kuldeep on target practice
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ 2019: ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડવા માટે ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યા છે ચહલ-કુલદીપ

વર્લ્ડ કપ 2019: ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડવા માટે ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યા છે ચહલ-કુલદીપ

 | 2:28 pm IST

વર્લ્ડ કપમાં ભારતની આગામી મેચ ન્યુઝીલેન્ડ સાથે છે. આ મેચ ગુરુવારે રમાશે. ન્યુઝીલેન્ડની ટીમને હરાવી ભારત પોતાની જીતની હેટ્રિક બનાવવા માગે છે. જો કે આ કામ સરળ નહીં હોય. કેમ કે, કેન વિલિયમસનના નેતૃત્વવાળી ટીમ આ સમયે પોઈન્ટ ટેબલ પર ટોપનું સ્થાન હાંસલ કર્યું છે. ન્યુઝીલેન્ડે વિશ્વ કપમાં રમેલી અત્યાર સુધીની ત્રણ મેચમાંથી તમામમાં જીત હાંસલ કરી છે.

તો ભારતની વાત કરીએ તો પોતાની શરૂઆતની બે મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને એકદમ સરળતાથી માત આપી હતી. આફ્રિકાને 6 વિકેટે તો ઓસ્ટ્રેલિયાને 36 રનથી માત આપી હતી.

બે મેચમાં શાનદાર જીત બાદ ભારત હવે પોતાની ત્રીજી મેચની તૈયારીઓમાં લાગી ગયું છે. જે માટે સ્પિનર જોડી યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ તનતોડ મહેનત કરી રહ્યા છે. આ બંને સ્પિનર કોચ રામકૃષ્ણ શ્રીધરની સાથે એક અલગ પ્રકારની ટ્રેનિંગ લઈ રહ્યા છે. બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં બંનેની ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે.

આ ટ્રેનિંગમાં કુલદીપ યાદવ સીધા હાથથી તો ચહલ ઊંઘા હાથથી બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક પ્રકારે બંને વચ્ચે એક પ્રકારનો મુકાબલો હતો. જેનો સ્કોર 1-1 રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન