World Cup 2019: IND vs NZ : First Semifinal Goes In Reserve Day
  • Home
  • Sports
  • Cricket
  • આજે વરસાદ પડશે તો ટીમ ઇન્ડિયાનું શું રહેશે ગણિત? જાણો કેટલી ઓવરમાં કેટલાં કરવા પડશે રન

આજે વરસાદ પડશે તો ટીમ ઇન્ડિયાનું શું રહેશે ગણિત? જાણો કેટલી ઓવરમાં કેટલાં કરવા પડશે રન

 | 9:36 am IST

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઇનલ મુકાબલામાં વરસાદ વિઘ્ન બન્યો છે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 47 ઓવરમાં વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. તો આજે ટીમ ઇન્ડિયાની તરફથી 47મી ઓવર ભુવનેશ્વર કુમાર પૂરી કરશે. ક્રીઝ પર રૉસ ટેલર અને ટોમ લેથમ હાજર રહેશે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટ પર 221 રન હતો. ટેલર 67 રન અને લેથમ 3 રન બનાવીને રમતમાં હતો.

આજે પણ વરસાદની સંભાવના
આજ માટે પણ હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે આજે સવારે 10 ટકા વરસાદ પડવાની આશંકા છે અને બપોરે 35 થી 40 ટકા વરસાદની સંભાવના છે. જો હવામાન સારું રહેશે તો 50-50 ઓવરની આ મેચ પૂરી રમાશે. પરંતુ જો વરસાદ ફરીથી પડ્યો તો શું થશે. મેચ પર આમ તો ટીમ ઇન્ડિયાની પકડ મજબૂત જ છે.

જો આજે મેચ શરૂ થાય તો, ભારતને આટલો ટાર્ગેટ મળે?
જો આજે પણ વરસાદ વિઘ્ન ઉભું કરે તો ભારતની સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સંશોધિત ટાર્ગેટ હશે. જો ભારતને 20 ઓવર રમવાની થાય તો, 148 રનનો ટાર્ગેટ મળે. જો 25 ઓવર રમાય તો 172 રન, 30 ઓવર રમાય તો 192 રન, 35 ઓવર રમાય તો 209 રન, 40 ઓવર રમાય તો 223 રન અને 46 ઓવર રમાય તો 237 રનનો ટાર્ગેટ મળી શકે છે.

વર્લ્ડ કપ 2019ના નિયમ અનુસાર, વરસાદ થવા પર મેચ જ્યાં રોકાઈ હોય ત્યાંથી શરૂ થશે, ના કે ફરીથી મેચ શરૂ થાય. આવામાં વર્તમાન પરિસ્થિતિમાં ટીમ ઈન્ડીયાની કન્ડીશન મજબૂત છે. જો મેચના દિવસે અને રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ ચાલુ રહે, અને કોઈ પરિમામ ન આવે તો લીગ સ્ટેજમાં ટોપ કરનારી ટીમ આગળ ચાલી જાય છે. આમાં પણ ભારતનું પલ્લુ ભારે છે. કેમ કે, ભારત લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી.

આ વીડિયો પણ જુઓ – નવસારીના ભાટ ગામના માછીમારો અબુધાબી ફસાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન