World Cup 2019: India vs New Zealand: Reserve day on Wednesday after incessant rain
  • Home
  • Sports
  • Cricket
  • INDvsNZ : માનચેસ્ટરમાં આજે આ સમયે પડશે વરસાદ, શું ભારત માટે લકી સાબિત થશે?

INDvsNZ : માનચેસ્ટરમાં આજે આ સમયે પડશે વરસાદ, શું ભારત માટે લકી સાબિત થશે?

 | 8:04 am IST

ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલનો મુકાબલો મંગળવારના રોજ એટલે કે ગઇકાલે અધૂરો છૂટી ગયો. આ મુકાબલામાં એક પણ ટીમનો દાવ પૂરો થઇ શકયો નથી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધીને 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 પન પૂરા કર્યા ત્યાં તો વરસાદ શરૂ થઇ ગયોને લગભગ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો અને મેચ ફરીથી શરૂ થઇ શકી નહીં. એવામાં રિઝર્વ ડે એટલે કે આજે મેચ રમાશે. આ મેચ જયાંથી થોભી છે ત્યાંથી જ આગળ વધશે. જો કે હવે માનચેસ્ટરના હવામાન પર નિર્ભર કરશે કે શું બુધવારના રોજ મેચ પૂરી થઇ શકશે કે નહીં. હવામાન વિભાગના મતે મેચ રમાય તેવી ખાસ શકયતા નથી.

હવામાન વિભાગના આવ્યા મોટા સમાચાર-વરસાદની સંભાવના
ઇંગ્લેન્ડના હવામાન વિભાગના મતે માનચેસ્ટરમાં બુધવારના રોજ એટલે કે આજે પણ વરસાદની શકયતા છે. સવારે વરસાદનું અનુમાન રજૂ કરાયું છે. ત્યારબાદ બપોરે વાદળ છવાયેલા રહેશે અને થોભી-થોભીને વરસાદ આવતો-જતો રહેશે. આ દરમ્યાન તાપમાન 14 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે મંગળવારના રોજ પણ આગાહી કરી હતી તે લગભગ સાચી ઠરી છે. એવામાં જો બુધવારના રોજ એટલે કે આજે વરસાદ પડે છે તો ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે પરિણામ (No Results)ની સાથે સમાપ્ત થઇ શકે છે.

હવે એવામાં ક્રિકેટપ્રેમી આ જાણવા માંગે છે કે જો ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ અનિર્ણીત રહી તો શું થશે. એવા ક્રિકેટપ્રેમીઓને જણાવી દઇએ કે આઇસીસી વર્લ્ડ કપથી આયોજકે તેના માટે પહેલાં જ નિયમ સ્પષ્ટ કરી દીધો છે. જો કોઇ સેમીફાઇનલ મુકાબલો રિઝર્વ ડે પર પણ પૂરો ના થાય તો લીગ મેચોને બાદમાં પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેનાર ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

ભારતીય ટીમ 15 અંકની સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર હતી. ન્યૂઝીલેન્ડ 11 અંકની સાથે ચોથા નંબર પર હતી. એટલે કે રિઝર્વ ડે પર મેચ ના રમાઇ શકી તો પણ ભારતને જ ફાયદો થશે. તેઓ ફાઇનલમાં પ્રવેશ કરી શકશે. સેમીફાઇનલ યજમાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગુરૂવારના રોજ મેચ રમાશે.

આ વીડિયો પણ જુઓ – ITBPના જવાનો દેવદૂત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન