World Cup 2019 : India VS Pakistan LBW Appeal MS.Dhoni DRS Virat Kohli
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાન સામેની મેચમાં ધોનીથી થઇ આ ચૂક, કોહલી પાસે કરાવી દીધી મસમોટી ભૂલ

પાકિસ્તાન સામેની મેચમાં ધોનીથી થઇ આ ચૂક, કોહલી પાસે કરાવી દીધી મસમોટી ભૂલ

 | 8:19 am IST

ક્રિકેટના મેદાનમાં DRS લેવાનો નિર્ણય ખૂબ જ અગત્યનો હોય છે કારણ કે જો આ તેમના પક્ષમાં આવ્યું તો ફરીથી તેનો ઉપયોગ કરી શકે છે નહીં તો પરિણામ ઉલટાતા જ ફરીથી ડીઆરએસ મેળવવાનો મોકો પણ ગુમાવી દો છો. કેટલાંક ક્રિકેટ નિષ્ણાતોએ તો ડીઆરએસનું નામ ડિસીજન રિવ્યુ સિસ્ટમની જગ્યાએ ધોની રિવ્યુ સિસ્ટમ સુદ્ધાં રાખી દીધું છે. એવામાં ડીઆરએસ લેવાની બાબતમાં ધોની વિરાટનું સૌથી મોટું હથિયાર મનાય છે.

ધોની ડીઆરએસ લેવાનો એક્સપર્ટ છે, પરંતુ રવિવારના રોજ પાકિસ્તાનની વિરૂદ્ધ વર્લ્ડ કપ મુકાબલામાં માહી પહેલી વખત ડીઆરએસના મોર્ચા પર ફેલ થઇ ગયો. થયું એવું કે ભારત માટે માથાનો દુખાવો બનેલા બાબર આઝમ અને ફખર જમાનની જોડીને તોડવા માટે કેપ્ટન વિરાટ કોહલીએ યુજવેન્દ્ર ચહલને 17મી ઓવરમાં ઉતાર્યો.

ચહલની 19મી ઓવરના પાંચમા બોલ બાબર આઝમના પેડ પર જઇને પડ્યો અને ચહલે એલબીડબલ્યુની અપીલ કરી. પરંતુ એમ્પાયરે તેને નકારી દીધી. ત્યારબાદ ચહલે ધોની અને કોહલી સાથે વાત કરી. ધોનીની સલાહ પર કોહલીએ ડીઆરએસની ના પાડી દીધી. કોહલીને લાગ્યું હતું કે બોલ બાબર આઝમના પેડ પર જ લાગ્યો હતો.

કોહલીએ એ સમયે ધોનીનું સાંભળ્યું અને ડીઆરએસનો ઉપયોગ ના કર્યો અને બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ બાબરના પેડ પર જ લાગ્યો અને હતો અને બોલ સ્ટમ્પને હિટ કરી રહ્યો હતો. બાબર તે સમયે 34ના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. જો કે ભારતને વધુ નુકસાન થયું નહીં અને 24મી ઓવરમાં બાબર આઝમ 48ના સ્કોર પર બોલ્ડ થયો.

19મી ઓવરના પાંચમા બોલ પર જો કોહલી ધોનીની વાત ના સાંભળી ડીઆરએસ લઇ લે તો બાબર આઝમ અને ફખર જમાનની વચ્ચે 104 રનની ભાગીદારી ના થઇ હોત.

આ વીડિયો પણ જુઓ – પાકિસ્તાન સામે ની મેચમાં ભારતની જીતથી દેશભરમાં આતશબાજી સાથે ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન