World Cup 2019: Pakistan Batsman Babar Azam Learns Wathing Kohli Bat
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: પાકિસ્તાનના ખેલાડીએ કોહલી સાથેનું કનેકશન ખોલી સૌને ચોંકાવી દીધા

IND vs PAK: પાકિસ્તાનના ખેલાડીએ કોહલી સાથેનું કનેકશન ખોલી સૌને ચોંકાવી દીધા

 | 9:21 am IST

વર્લ્ડ કપ 2019ની સૌથી ચર્ચિત મેચ આવતીકાલે રમાવાની છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ રસિયાઓની આ મેચ પર રહેશે ખાસ નજર. આ ચર્ચાઓની વચ્ચે પાકિસ્તાનનો બેટસમેન બાબર આઝમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો જોઇ મેચની તૈયારી કરી રહ્યો છે.

બાબરે ઇંગ્લેન્ડની સામે મળેલી જીતમાં 63 રન બનાવ્યા હતા. તેમણે શુક્રવારના રોજ પત્રકારોને કહ્યું કે હું કોહલીની બેટિંગ જોઉં છું. તેઓ વિભિન્ન સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેમને જોઇને ઘણું બધું શીખવાની કોશિષ કરી રહ્યો છું.

બાબર આઝમે કહ્યું કે ભારત માટે તેમણે કેટલીય વિજયી ઇનિંગ્સ રમી છે. હું પણ પાકિસ્તાન માટે આમ કરવા માંગું છું. તેણે એમ પણ કહ્યું કે તેમની ટીમ બે વર્ષ પહેલાં ભારત પર ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં મળેલી જીતમાંથી પ્રેરણા લેશે.

બાબરે કહ્યું કે આ જીત હંમેશા માટે અમારા જેહનમાં રહેશે અને તેનાથી મોટી પ્રેરણા શું હશે. અમે આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ ખૂબ જ રોમાંચક હશે અને આખી દુનિયાની નજર તેમના પર લાગેલી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન