World Cup 2019: Pakistan Doing Same Manner As 1992 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • 1992ના રસ્તે પાકિસ્તાની ટીમ, આવી જ સફર રહી તો વર્લ્ડ કપમાં જીત પાક્કી!

1992ના રસ્તે પાકિસ્તાની ટીમ, આવી જ સફર રહી તો વર્લ્ડ કપમાં જીત પાક્કી!

 | 9:13 am IST

ઇંગ્લેન્ડમાં રમાતી આઇસીસી વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની સામે મળેલી જીત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સમર્થકોને એવું લાગે છે કે આ ટીમ 1992ની જેમ જ એક વખત ફરીથી વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી શકે છે.

લોકોનું માનવું છે કે પાકિસ્તાને જે રીતે 1992ના વર્લ્ડ કપમાં પ્રદર્શન કર્યું હતું, 2019મા પણ તેવું જ દોહરાવા જઇ રહી છે. 27 વર્ષ પહેલાં પાકિસ્તાને 1992મા ક્રિકેટ વર્લ્ડ કપના ખિતાબ પર કબ્જો મેળવ્યો હતો.

આઇસીસી વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનો અત્યાર સુધીનો રેકોર્ડ અને ટુર્નામેન્ટમાં તેની સ્થિતિ 1992 વર્લ્ડ કપની સ્થિતિથી ખાસ અલગ નથી. અમે એટલા માટે આવું કહી રહ્યા છીએ કારણ કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2019ની પહેલાં 6 મેચોના પરિણામ એવા જ રહ્યા છે જેવા 1992ની ટુર્નામેન્ટની પહેલાં 6 મેચોના હતા.

અમે એ નથી કહી શકતા કે પાકિસ્તાનને 1992 વર્લ્ડ કપના તર્જ પર આ વખતે પણ જીત મળશે. પરંતુ અત્યાર સુધીની સફર કંઇક તે તરફ ઇશારો કરી રહી છે. એવામાં પાકિસ્તાનની ટીમની સફર 1992ના તર્જ પર હજુ પણ આગળ ચાલતી રહે તો કોણ જાણે છે કે પાકિસ્તાન ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બની જાય.

1992 વર્લ્ડ કપ પહેલાં છ મેચોમાં પાકિસ્તાન…
– પહેલી મેચ – વેસ્ટઇન્ડિઝ સામે હાર
– બીજી મેચ 2 – જીત્યા
– ત્રીજી મેચ 3 – પરિણામ આવ્યું નહીં
– ચોથી મેચ 4 — હાર્યા
– પાંચમી મેચ 5 – હાર્યા
– છઠ્ઠી મેચ 6 – મળી જીત

2019 વર્લ્ડ કપની પહેલાં છ મેચમાં પાકિસ્તાન…
– પહેલી મેચ – વેસ્ટઇન્ડિઝ સામે હાર
– બીજી મેચ 2 – જીત્યા
– ત્રીજી મેચ 3 – પરિણામ આવ્યું નહીં
– ચોથી મેચ 4 — હાર્યા
– પાંચમી મેચ 5 – હાર્યા
– છઠ્ઠી મેચ 6 – મળી જીત

1992 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને છઠ્ઠી મેચમાં 48 રનથી જીત મળી હતી અને મેન ઓફ ધ મેચ આમિર સોહેલ રહ્યો હતો. 2019 વર્લ્ડ કપની છઠ્ઠી મેચમાં પાકિસ્તાને 49 રનથી જીત પ્રાપ્ત કરી અને આ મેચમાં પણ જે ખેલાડી મેન ઓફ ધ મેચ માટે પસંદ થયો તેની સરનેમ પણ સોહેલ (હારિસ સોહેલ) છે.

આ વીડિયો પણ જુઓ – સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન