World Cup 2019: Rishabh Pant likely to replace injured Shikhar Dhawan
  • Home
  • Sports
  • Cricket
  • World Cup 2019: ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને મળશે તક?

World Cup 2019: ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને મળશે તક?

 | 8:03 pm IST

ભારતીય ટીમના વર્લ્ડ કપ અભિયાનને રવિવારે તે સમય મોટો ઝાટકો લાગ્યો જ્યારે પેટ કમિંન્સની બોલ પર ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેઓ ફિલ્ડિંગ માટે પણ મેદાનમાં આવ્યો નહોતો. જોકે ભારતે આ મુકાબલો 36 રને જીત્યો હતો.

પરંતુ વાત ત્યારે વધુ બગડી જ્યારે સમાચાર આવ્યા કે શિખર ધવનના ઈજા પામેલ અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. આ કારણે હવે તેઓ ત્રણ સપ્તાહ માટે વિશ્વ કપથી બહાર રહેશે. જ્યારે કેટલાક ક્રિકેટ વિશ્લેષકોએ શિખરના વિશ્વ કપથી લગભગ બહાર થવાની સંભાવના પણ દર્શાવી છે. જોકે હવે શિખર ધવનની જગ્યાએ ટીમમાં કોને તક આપવામાં આવશે તે વિશે અટકળોનો માહોલ ગરમાયો છે. કેટલાક લોકો કે.એલ.રાહુલના નામની તો કેટલાકે રિષભ પંતના નામની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

મીડિયા સૂત્રો મુજબ શિખર ધવનને થયેલ ઈજા સંબંધી બધી રિપોર્ટ આપ્યા બાદ તેના રિપ્લેસમેન્ટ માટે મેનેજમેન્ટ વિચાર કરશે અને શિખર ઘવનના રિપ્લેસમેન્ટમાં રિષભ પંતના નામ પર વિચારણા થઈ શકે છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પસંદગીકારોએ વર્લ્ડ કપ માટે ચૂંટાયેલ 15 ખેલાડીઓની ટીમમાંથી રિષભ પંતને બહાર રાખ્યો હતો અને અનુભવી દિનેશ કાર્તિકને તક આપી હતી. જોકે આ પસંદગી પર ઘણો હોબાળો પણ થયો હતો. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને તક આપવામાં આવશે અને તેઓ જલ્દી ઈંગ્લેન્ડ માટે રવાનગી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન