World Cup 2019: Rishabh Pant to join team India as cover for Dhawan
  • Home
  • Sports
  • Cricket
  • ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના, વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત ધવનની લઈ શકે છે જગ્યા

ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના, વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત ધવનની લઈ શકે છે જગ્યા

 | 12:21 pm IST

વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ ગયો છે. જો કે, ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. બીસીસીઆઈએ પંતને ઈંગ્લેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. પંત ઈંગ્લેન્ડ જવા માટે રવાના પણ થઈ ગયો છે. તો ટીમ ઈન્ડિયા સાથે તે પ્રેક્ટિસ મેચ પણ શરૂ કરી દેશે.

વર્લ્ડ કપ માટે જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે પંતને નજરઅંદાજ કરી દેવાયો હતો. અને દિનેશ કાર્તિકનું સિલેક્શન કરાયું હતું. જો કે, 21 વર્ષીય આ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં મેળવી શકે, કેમ કે ધવન પર અંતિમ નિર્ણય આવ્યા બાદ જ પંતને મોકો મળવાની સંભાવના છે. સુત્રો અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટ ધવનની ઈજાથી જોડાયેલાં તમામ રિપોર્ટ આઈસીસી ટેકનિકલ ટીમને સોંપશે. જે બાદ રિપ્લેસમેન્ટની માગ કરશે.

ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર છે. અને આ કારણે તે ત્રણ અઠવાડિયા સુધી ટીમની બહાર રહેશે. આશંકા છે કે, તે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચો નહીં રમી શકે. બીસીસીઆઈએ કહ્યું કે, ધવન આ સમયે મેડિકલ ટીમની દેખરેખમાં છે. ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે, ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને તેમની ઈજા પર નજર રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન