World Cup 2019: Shikhar Dhawan to undergo Scan for his swollen Thumb
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ઝાટકો, શિખર ધવન 3 સપ્તાહ માટે ટીમમાંથી બહાર

ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ઝાટકો, શિખર ધવન 3 સપ્તાહ માટે ટીમમાંથી બહાર

 | 12:01 pm IST

આઈસીસી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનનાના ડાબા હાથના અંગૂઠામાં સોજો આવતાં તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ધવનના ડાબા હાથના અંગૂઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેન કરાયું. સ્કેન બાદ તેની ઇજાને ગંભીર ગણાવતા ડોકટર્સે ત્રણ સપ્તાહ માટે આરામની સલાહ આપી છે.

રવિવારે ઓસ્ટ્રેલિયાની સામે વિશ્વ કપ મેચમાં ભારતની જીતના હીરો શિખર ધવનને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ ભયંકર દુખાવો થવા છતાંય ધવને મેચમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયા સામે મોટા સ્કોરનો પડકાર મૂક્યો હતો. અંગૂઠામાં ઈજા છતાં ધવને 109 બોલમાં 117 રનનો સ્કોર બનાવ્યો હતો. 

ઈજાને કારણે ધવન ફિલ્ડિંગ ઉતર્યો ન હતો, અને તેની જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ 50 ઓવર સુધી ફિલ્ડિગ ભરી હતી. શરૂઆતમાં તેણે અંગૂઠામાં થયેલી ઈજાને સામાન્ય ગણી હતી. અને હાથ પર બરફ ઘસ્યો હતો. પણ જ્યારે અંગૂઠા પરનો સોજો ઓછો ન થયો તે બાદ તેણે ડોક્ટરની સલાહ લીધી હતી. આજે હોસ્પિટલમાં સ્કેન બાદ ડોક્ટરોએ અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. એટલે કે, હવે આગામી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં શિખર ધવનને બદલે કેએલ રાહુલને ઓપનિંગમાં ઉતારી શકાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન