World Cup 2019: Zing Bells refuse to fall, Virat And Finch Raise Issue
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપની મેચોમાં સ્ટમ્પની ગિલ્લી કેમ નથી પડતી? વિરાટ કોહલી પણ છે ટેન્શનમાં

વર્લ્ડ કપની મેચોમાં સ્ટમ્પની ગિલ્લી કેમ નથી પડતી? વિરાટ કોહલી પણ છે ટેન્શનમાં

 | 11:23 am IST

વર્લ્ડ કપ 2019માં ખેલાડીઓ સિવાય જેની ચર્ચા સૌથી વધાર થઈ રહી છે, તે છે ઝિંગ બેલ્સ. જેને હવે લોકો જિદ્દી બેલ્સ પણ કહી રહ્યા છે. આ ફાસ્ટ બોલરની ગેંદ સ્ટમ્પમાં લાગ્યા બાદ પણ નીચે પડવા તૈયાર નથી. ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ ફેન્સ તેનાથી ભલે નાખુશ હોય, પણ આઈસીસી તેને ખુબ જ સામાન્ય માની રહ્યું છે. દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, એરોન ફિન્ચ તેના પર આપત્તિ દર્શાવી ચૂક્યા છે. તો આઈસીસી હવે વર્લ્ડ કપમાં કોઈ બદલાવ કરવાના મૂડમાં ન હોવાનું જણાઈ રહ્યું છે.

વર્લ્ડ કપમાં અત્યાર સુધી 14 મેચોમાં કુલ પાંચ વખત આમ થઈ ચૂક્યું છે. જ્યારે સ્ટમ્પ પર બોલ લાગવા છતાં ગિલ્લીઓ પડી ન હતી. તેની પાછળ ગિલ્લીઓ વજનદાર હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નવા ઝિંગ બેલ્સમાં ફ્લેશિંગ લાઈટ્સ છે, તેના તાર પણ તેની અંદર જ છે. મનાઈ રહ્યું છે કે, તેના કારણે ગિલ્લીઓનું વજન વધી ગયું છે. જો કે, આઈસીસીએ આ વાતોને તર્કહીન ગણાવ્યું છે. તેઓનું કહેવું છે કે, બેલ્સ પહેલાની જેમ જ હલકી છે, અને વર્લ્ડ કપના વચ્ચેથી હવે તેને બદલવાનો વિચાર નહીં કરવામાં આવે.

કેપ્ટન કોહલી અને ફિન્ચ છે હેરાન

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ ગિલ્લી નીચે પડી ન હતી. તે બોલ જસપ્રિત બુમરાહે ડેવિડ વોર્નરને નાખ્યો હતો. વિરાટે મેચ બાદ તેના પર હેરાની વ્યક્ત કરી હતી. તો ફિન્ચે પણ આપત્તિ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, આઈસીસીને આ અંગે સેમીફાઈનલ મુકાબલો શરૂ થતાં પહેલાં વિચાર કરવો જોઈએ, જેથી તેના કારણે પરિણામ પ્રભાવિત ન થાય. તેણે કહ્યું કે, મને ખબર છે કે ડેવિટ આઉટ હતો. બોલ પણ ખૂબ જ સ્પીડથી સ્ટમ્પ પર લાગ્યો હતો.

તો આ મામલે કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે, કોઈપણ ટીમ નહીં ઈચ્છે કે, ગેંદબાજ કોઈ સારો બોલ નાખે અને તેમ છતાં બેટ્સમેન આઉટ ન થાય. બોલ સ્ટમ્પ પર લાગ્યો છતાં લાઈટ ન થઈ, ક્યારેક લાઈટ થાય છે તો ગિલ્લીઓ નીચે નથી પડતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન