World Cup Indian Cricket Team BCCI reveal 15 Players Name
  • Home
  • Sports
  • Cricket
  • 2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, ગુજરાતના 3 ખેલાડીઓને મળી તક

2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, ગુજરાતના 3 ખેલાડીઓને મળી તક

 | 3:45 pm IST

12માં આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. મુંબઈમાં સોમવારે પસંદગીકારો દ્વારા ક્રિકેટના મહામુકાબલા માટે 15 ખેલાડીઓના નામની પસંદગી કરવામાં આવી છે. વિશ્વ કપ-2019, 30મી મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે. બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર પસંદગી કરેલા ખેલાડીઓના નામની માહિતી આપી છે. જેમને વર્લ્ડ કપની ટિકિટ મળી છે.

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ આ પ્રમાણે છે:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(vc), શિખર ધવન, KL રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની(wk), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર,રવિન્દ્ર જાડેજા, મહોમ્મદ શામી

આ સાથે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં 3 ગુજરાતના ખેલાડીઓને પણ તક મળી છે. રવિન્દ્ર જાહેજા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહની વર્લ્ડ કપમાં ભારત ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ભારતીય ટીમાં કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને વિજય શંકરને પણ તક આપવામાં આવી છે. જ્યારે અંબાતી રાયડુને ટીમમાં જગ્યા ન મળી. આ સિવાય ટીમમાં બીજા રિઝર્વ વિકેટ કીપર તરીકે અનુભવી દિનેશ કાર્તિક અને દિલ્હીના યુવા ખેલાડી રીષભ પંત વચ્ચે કાટાની ટક્કર હતી. જેમાં કાર્તિકે બાજી મારી છે. ઉપરાંત IPLમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલ પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે.

વર્લ્ડ કપના મિશન પર જનારી ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવા માટે પૂરજોશ મેદાન પર ઉતરશે. આ પહેલા કપિલ દેવની કપ્તાની હેઠળ 1983માં જ્યારે બીજી વાર મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ 2011માં આ ટાઇટલ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન