world cup t20 hero joginder sharma icc corona virus lock down duty
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી દુ:ખની ઘડીએ લોકોને કામે લાગ્યો, ICCએ પણ દિલ ખોલીને વખાણ કર્યા

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી દુ:ખની ઘડીએ લોકોને કામે લાગ્યો, ICCએ પણ દિલ ખોલીને વખાણ કર્યા

 | 12:18 pm IST

2007માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ છેંલ્લા 4 બોલમાં 6 રનની જરૂર હતી. દર્શકો આતુરતાથી મેચ જોઈ રહ્યા હતા ખુબજ રસાકસી વાળો મેચ હતો. પાકિસ્તાન જીત તરફ આગળ વધી રહ્યું હતુ. પાકિસ્તાન 9 વિકેટ ગુમાવી ચુક્યપ હતુ. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતના બોલર જોગિન્દર શર્મા હીરો બનીને ઉભર્યો હતો. હાર થાય એ પહેલા જ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી દીધી હતી.

જોગિન્દર શર્મા અત્યારે એટલે યાદ કરવામાં આવે છે કે કોરોના વાયરસ વચ્ચે લોકડાઉનમાં ડ્યુટી નિભાવી રહ્યો છે. જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં DSP પદ પર છે. દેશમાં હાલ મુશ્કેલી ભરેલી સ્થિતિ છે તેવામાં જોગિન્દરે જે કામગીરી નિભાવી છે તેને જોતા ICCએ તેને બિરદાવ્યો છે.

ICCએ જોગિન્દરની પ્રશંસા કરી છે અને ટ્વીટ કરી કહ્યું છે કે 2007માં ટી-20 વર્લ્ડ કપના હીરો અને 2020માં દુનિયાનો અસલી હીરો. ક્રિકેટ કરિયર પછી એક પોલિસકર્મી તરીકે ભારતમાં આ તમામ સંકટના સમયે ખડા પગે ઉભો છે. તેમની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે.

આ પહેલા જોગિન્દર શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે 2007માં હરિયાણા પોલીસમાં DSPની ભૂમિકા નિભાવી રહ્યો છુ. આ સમય નવા પડકાર સામે લડવાનો છે. અમારી ભૂમિકા દેશસેવા માટે છે. સવારના 6 વાગ્યાથી ડ્યુટી શરૂ થઈ જાય છે. હું લોકોને જાગૃત કરવા માંગુ છુ કે હાલ જે લોકબંધી પાલી રહી છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવે.

તમામ નાગરિક આ સ્થિતિમાં સાથ સહકાર આપે. સમજદારીથી વર્તે. જે લોકો ઘરે રહી શકે છે તેઓ ઘરમાં જ રહે અને બહાર આવવાનું ટાળે. જે લોકોને બહાર કામ પર જવાનું જ છે તેમને સાથ અને સહકાર આપે.

જોગિન્દર શર્માએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. હાલ ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અત્યાર સુધીમાં 25થી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરાના વાયરસથી 1000 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. કોરોનાને લઇને હાલ ભયનો માહોલ છે.

આ વીડિયો જુઓ: લોક ડાઉનને સમર્થન મળતા દ્રશ્યો રસ્તા પર દેખાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન