વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શાહરુખ ખાનને મળશે ખાસ સન્માન - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શાહરુખ ખાનને મળશે ખાસ સન્માન

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શાહરુખ ખાનને મળશે ખાસ સન્માન

 | 2:22 pm IST

બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ટુંકમાં ડબલ્યૂઈએફ(વિશ્વ આર્થિક મંચ)ની 48મી વાર્ષિક બેઠકમાં 24માં વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. શાહરુખ ખાન સિવાય આ એવોર્ડ હોલિવૂડ એક્ટ્રેસ કેટ બ્લૈંચેટ અને સિંગર એલ્ટન જૉનને પણ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ શાહરુખ ખાનને બાળકો અને મહિલાઓના અધિકારો માટે કામ કરવા બદલ આપવામાં આવે છે.

શાહરુખ ખાનની સંસ્થા મીર ફાઉંડેશન તરફથી એસિડ હુમલાના પીડિત મહિલાઓને સારવારમાં આર્થિક સહાય કરવા ઉપરાંત તેમના પુનર્વાસ અને આજીવિકા ઊભી કરવામાં મદદ કરી હતી. આ ઉપરાંત શાહરુખ ખાને બાળકોના હોસ્પિટલમાં ખાસ વોર્ડની સગવડ, કેન્સર પીડિત બાળકોને સહાયની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. આ એવોર્ડ માટે પસંદગી થયા બાદ શાહરુખ ખાને ટ્વિટ કરી સંસ્થાનો આભાર પણ માન્યો હતો.