world first gold plated hotel dolce hanoi golden lake see photos
  • Home
  • Featured
  • PHOTOS: વિશ્વની સૌપ્રથમ ગોલ્ડ હોટલ ખુલી ગઈ, અંદર તો બધું જ પરંતુ બહારની દિવાલો પણ સોનાની

PHOTOS: વિશ્વની સૌપ્રથમ ગોલ્ડ હોટલ ખુલી ગઈ, અંદર તો બધું જ પરંતુ બહારની દિવાલો પણ સોનાની

 | 5:06 pm IST

વિયેતનામની રાજધાની હનોઈમાં વિશ્વની પ્રથમ ગોલ્ડ હોટલ ખુલી છે. તેના દરવાજા, કપ, ટેબલો, બારી, વોશરૂમ, નળ, જમવાના વાસણો બધું જ સોનાનું છે. આ હોટલ 2 જુલાઈ એટલે કે ગુરુવારે શરૂ કરવામાં આવી છે. આ હોટલનું નામ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક છે. આ હોટેલમાં ગેટથી લઈને કોફી કપ સુધી બધું સોનાનું બનેલુ છે. આ ફાઇવ સ્ટાર હોટલ છે. જે 25 માળની બનાવવામાં આવી છે. આ હોટેલમાં 400 રૂમ છે. હોટલની બહારની દિવાલો પર લગભગ 54 હજાર ચોરસ ફૂટની ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાવવામાં આવી છે.

હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ લાલ અને સોનેરી રાખવામાં આવ્યો છે. લોબીમાં ફર્નિચર અને રાચ રચીલામાં પણ સોનાની જ કારીગરી છે. જેથી આખી હોટલ સોનેરી લાગે. બાથટબ, સિંક, શાવરથી લઈને વોશરૂમ સુધીના તમામ એક્સેસરીઝ સોનાના છે. બેડરૂમમાં ફર્નિચર અને રાચરચીલું પર પણ ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવી છે. છપ પર પૂલ પણ બાંધવામાં આવ્યો છે. અહીંથી હનોઈ શહેરનું સુંદર દૃશ્ય જોવા મળે છે. અહીંની છતની દિવાલોમાં પણ સોનાની ઇંટો છે.

પ્રથમ દિવસે મહેમાનોએ આ હોટલ પ્રત્યે રસ દાખવ્યો હતો. તેની દિવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. ઘણા લોકો અહીં તેમના સુંદર ફોટા લેતા દેખાયા હતા. આ હોટલનું બાંધકામ વર્ષ 2009માં શરૂ થયું હતું. હોટલના ઉપરના માળે ફ્લેટ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈ પોતાના માટે ફ્લેટ્સ લેવા માંગે છે, તો તે પણ લઈ શકે છે. આ હોટલને દક્ષિણપૂર્વ એશિયાની સૌથી લક્ઝરી હોટલનું બિરુદ આપવામાં આવ્યું છે. હોઆ બિન ગ્રુપ અને વિન્ધામ ગ્રુપે આ હોટસ સાથે મળીને બનાવી છે. આ બંને મળીને 2 સુપર 6 સ્ટાર હોટલનું સંચાલન કરી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે સોનું તમારા માનસિક તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. જેથી તમે આરામ કરી શકો. તેથી જ હોટલ મેનેજમેન્ટે ગોલ્ડ પ્લેટિંગનો ખૂબ ઉપયોગ કર્યો છે. ડબલ બેડરૂમના સ્યુટમાં એક રાત્રિ રોકાણ માટે આ હોટલે લગભગ 75 હજાર રૂપિયા ચાર્જ રાખ્યો છે. તે જ સમયે હોટલના રૂમોનું પ્રારંભિક ભાડુ આશરે 20 હજાર રૂપિયા છે. અહીં 6 પ્રકારના રૂમો છે. ત્યાં 6 પ્રકારનાં સ્વીટ્સ પણ છે. પ્રેસિડેન્શિયલ સ્યુટની કિંમત પ્રતિ રાત્રિના 4.85 લાખ રૂપિયા છે. હોટેલમાં એક ગેમિંગ ક્લબ પણ છે જે 24 કલાક ખુલ્લી રહે છે. અહીં કસિનો અને પોકર જેવી રમતો છે. જ્યાં તમે જીતીને પણ પૈસા કમાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન