ડોબા ઘણાં છે, હોંશિયાર ઓછા, કેમ ચલાવવા ઓફિસ-ધંધા, વિશ્વને છે ચિંતા - Sandesh
  • Home
  • World
  • ડોબા ઘણાં છે, હોંશિયાર ઓછા, કેમ ચલાવવા ઓફિસ-ધંધા, વિશ્વને છે ચિંતા

ડોબા ઘણાં છે, હોંશિયાર ઓછા, કેમ ચલાવવા ઓફિસ-ધંધા, વિશ્વને છે ચિંતા

 | 12:17 pm IST

સમગ્ર વિશ્વ કુશળ કારીગરો-કર્મચારીઓની અછત તથા તેમને જાળવી રાખવાની ચિંતામાં ગરકાવ છે. ભારતમાં 34 ટકા ઉદ્યોગ-ધંધા આ સમસ્યાથી પીડાય છે. જ્યારે ચીનમાં 47 ટકા નોકરીદાતાઓને આ ચિંતા પજવે છે.

વિશ્વના ઓછામાં ઓછા એક તૃત્યાંશ નોકરીદાતાઓને કુશળ કર્મચારીઓની અછતને કારણે તેમના વેપાર-ઉદ્યોગ ખોરંભે ચડી જવાની ચિંતા સતાવે છે. જ્યારે ભારતમાં 34 ટકા વેપાર ઉદ્યોગને આ ચિંતા પજવે છે. પોલેન્ડ, બ્રિટન અને સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)માં 40 ટકા વેપાર ઉદ્યોગોને કૂશળ કર્મચારીઓની અછતની પ્રતિકૂળ અસર થવાની દહેશત છે. આ પ્રમાણ ચીનમાં 47 ટકા અને રશિયામાં 56 ટકા છે. રશિયા અને પોલેન્ડના નોકરીદાતાઓનો મત એવો છે કે બેરોજગારીનું પ્રમાણ ઓછું થતાં આ સમસ્યા માથું ઊંચકી શકે છે.

કૂશળ અને કાર્યક્ષમ કર્મચારીઓને આકર્ષવા તેમજ જાળવી રાખવા માટે તગડો પગાર અને બોનસ લાંબા સમયથી સફળ યુક્તિ રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કર્મચારીઓને જાળવી રાખવા તેમજ આકર્ષિત કરવા માટે ટોટલ રિવોર્ડ પેકેજ આકર્ષક હોય તે જરૂરી છે.

ભારતના 88 ટકા નોકરીદાતાઓ આ અંગે જણાવે છે કે કર્મચારીઓને આકર્ષિત કરવા માટે તેઓ પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે લાભ આપે છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ હેલ્થ, લાઈફ અને અકસ્માત વીમા અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ જેવા લાભ આપે છે. કર્મચારીઓને અપાતા લાભમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ આગામી વર્ષોમાં વધુને વધુ સ્થાનિક કંપનીઓ પણ કર્મચારીઓને આકર્ષવા ટોટલ રિવાઈ પેકેજ અમલમાં મુકશે. સ્વેચ્છિક અને વેલનેસ લાભો સાથે નિવૃત્તિ અને ફાઈનાન્સિયલ પ્લાનિંગના વિકલ્પમાં વધારો થશે તેમજ તેની માગ પણ બળવત્તર બનશે.

છ વિકસિત અને વિકાસતા રાષ્ટ્રોને આવરીને પીએનબી મેટલાઈફ એમ્પ્લોઈઝ બેનિફિટ ટ્રેન્ડસ સ્ટડી 2016 નામના સર્વેના તારણોમાં આ મુજબ જાણવા મળ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન