સસ્તામાં `બેલ્જિયમ'ની યાત્રા, વિશ્વમાં સૌથી સૌંદર્યવાન દેશ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સસ્તામાં `બેલ્જિયમ’ની યાત્રા, વિશ્વમાં સૌથી સૌંદર્યવાન દેશ

સસ્તામાં `બેલ્જિયમ’ની યાત્રા, વિશ્વમાં સૌથી સૌંદર્યવાન દેશ

 | 8:15 am IST


યુરોપમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા હોવ તો એક દેશની અચૂક મુલાકાત લેજો. આ મુલાકાતમાં યુરોપના સાચેસાચ દર્શન થશે. આ દેશમાં વાસ્તુકળાથી લઈ ખાણી-પીણી અને ફેશનના શોખીનો માટે મજા પડી જાય તેમ છે. વળી આ દેશમાં હરવા-ફરવાનું એકદમ સસ્તું છે.

ઉત્તર પશ્ચિમ યુરોપમાં આવેલા દેશનું નામ છે કિંગ્ડમ ઓફ બેલ્જિયમ છે. આ દેશ યુરોપીયન યુનિયન (ઈયુ)નો સ્થાપક સભ્ય છે. વળી અહીંયા જ ઈયુનું મુખ્ય મથક છે. 10 કલાકની વિમાની મુસાફરી સાથે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચી શકાય છે.

દેશમાં સૌથી સસ્તી મુસાફરીનો લાભ ટ્રેનમાં મળે છે. ટ્રેન મુસાફરી કરીને સુંદર અને સૌંદર્યવાન શહેરો જેમ કે બ્રુગ્સ, ઘેંટ, એન્ટવર્પ અને લ્યુવેન જોવાનો લ્હાવો લઈ શકાય છે. બેલ્જિયમમાં ગ્રૂપમાં ફરીએ તો જ મજા મજા પડી જાય છે. આને લીધે ખર્ચો પણ અડધો થઈ જશે. અનેક શહેરો વચ્ચેનું અંતર 20 કિલોમીટર જેટલું છે. રાજધાની બ્રસેલ્સમાં જ અસલ યુરોપના દર્શન થશે.