world most mysterious forest hoia baciu transylvania bermuda triangle
  • Home
  • Featured
  • PHOTOS: આ છે વિશ્વનું સૌથી ભયંકર જંગલ! જેટલા લોકો ગયા એ કોઈ પાછા નથી ફર્યા, બધા જ અદ્રશ્ય

PHOTOS: આ છે વિશ્વનું સૌથી ભયંકર જંગલ! જેટલા લોકો ગયા એ કોઈ પાછા નથી ફર્યા, બધા જ અદ્રશ્ય

 | 7:35 pm IST

વિશ્વમાં ઘણા અજીબ અજીબ પ્રકારનાં સ્થળો છે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ગયા પછી મનને શાંતિ અને આરામ મળે છે. જ્યારે ઘણી જગ્યાઓ એટલી રહસ્યમય અને ડરામણી હોય છે, જ્યાં લોકો જવામાં પણ અચકાતા હોય છે. રોમાનિયાના ટ્રાંસલ્વેનિયા પ્રાંતમાં પણ કંઈક આવું જ છે. ટ્રાંસલ્વેનિયામાં આવી ઘણી વિચિત્ર ઘટનાઓ બની છે કે હવે લોકો આ સ્થાનની મુલાકાત લેવા જવામાં ડરે છે. ટ્રાંસલ્વેનિયા પ્રાંતમાં એક ડરામણું જંગલ છે.

હોયા બસ્યુને વિશ્વનું સૌથી ભયભીત જંગલોમાંનું એક માનવામાં આવે છે. જે ટ્રાંસલ્વેનિયા પ્રાંતના ક્લુજ કાઉન્ટીમાં આવેલું છે. જંગલમાં બનતી રહસ્યમય ઘટનાઓના સાક્ષી પછી તેને ‘ટ્રાંસલ્વેનિયાનું બર્મુડા ત્રિકોણ’ કહેવામાં આવે છે. હોયા બસ્યુ જંગલ લગભગ 700 એકરમાં પથરાયેલું છે. એવું માનવામાં આવે છે કે લોકો આ જંગલમાં પ્રવેશ્યા પછી રહસ્યમય રીતે અદૃશ્ય થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ જંગલમાં સેંકડો લોકો ગુમ થયા છે, હજુ સુધી કોઈ એનો કોઈ તાળો મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન