World Ozone Day 2021 Theme Facts Importance Significance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • World Ozone Day 2021: જાણો આ વર્ષની વિશ્વ ઓઝોન દિવસની થીમ, ક્યારે થઇ હતી આ દિવસ ઉજવવાની શરૂઆત

World Ozone Day 2021: જાણો આ વર્ષની વિશ્વ ઓઝોન દિવસની થીમ, ક્યારે થઇ હતી આ દિવસ ઉજવવાની શરૂઆત

 | 8:10 am IST
  • Share

દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. જેનો હેતુ ઓઝોન સ્તર વિશે લોકોને જાગૃત કરવાનો છે. ઓઝોન સ્તર પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાનું કામ કરે છે. જો અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર સીધા જ પહોંચે, તો તે મનુષ્ય, ઝાડ-છોડ અને પ્રાણીઓ માટે અત્યંત જોખમી બની શકે છે. એટલા માટે જ ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવું ખૂબ મહત્વનું છે. છેલ્લા બે દાયકાથી, વૈજ્ઞાનિકો દ્વારા ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. દર વર્ષે ઓઝોન સ્તરના રક્ષણ માટે એક અલગ થીમ તૈયાર કરવામાં આવે છે અને લોકોને તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવે છે.

વિશ્વ ઓઝોન દિવસ 2021ની થીમ –

વિશ્વ ઓઝોન દિવસ 2021 ની થીમ ‘મોન્ટ્રિયલ પ્રોટોકોલ – આપણને, આપણાં ખોરાકને અને રસીઓને ઠંડી રાખવી’ છે. આ વર્ષની થીમમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઘણું બધું કરે છે – જેમ કે આબોહવા પરિવર્તનને ધીમું કરવું, ઠંડા પ્રદેશમાં ઉર્જા દક્ષતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરવી, જે ખાદ્ય સુરક્ષામાં ફાળો આપે છે. આ વર્ષની થીમને 197 દેશોએ મંજૂરી આપી છે.

કેવી રીતે શરૂઆત થઇ વિશ્વ ઓઝોન દિવસની

વર્ષ 1970ના અંતમાં વૈજ્ઞાનિકોએ ઓઝોન સ્તરમાં કાણું પડવાનો દાવો કર્યો હતો. આ પછી 80ના દશકમાં વિશ્વભરની ઘણી સરકારોએ આ સમસ્યાને લઈને ચિંતન શરુ કર્યું. વર્ષ 1985માં ઓઝોન સ્તરની સુરક્ષા માટે વિયેના કન્વેનશન અપનાવ્યું. આ પછી 1994માં સંયુક્ત રાષ્ટ્રએ 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ ઉજવવાનો નિર્ણય કરો. 1995માં પહેલી વાર વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો હતો.

શું છે ઓઝોન સ્તર

ઓક્સિજનના ત્રણ અણું મળીને ઓઝોન બને છે. ઓઝોન સ્તર પૃથ્વીથી ઉપર 10 થી 50 કિમી વચ્ચેના વાતાવરણમાં જોવા મળે છે. ઓઝોન સ્તર સૂર્યમાંથી નીકળતા હાનિકારક અલ્ટ્રાવાયોલૅટ કિરણોથી પૃથ્વીને બચાવે છે. સૂર્યમાંથી નીકળતી આ કિરણો ચામડીના રોગો સહિત અનેક રોગોનું કારણ બની શકે છે. એવું કહેવાય છે કે ઓઝોન સ્તર વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. એટલે જ વૈજ્ઞાનિકો આ સ્તરને લઈને ચિંતિત છે.

ઓઝોન સ્તરને કેવી રીતે થાય છે નુકશાન

ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રેફ્રિજરેટર અને એસીને કારણે ઓઝોન સ્તરને નુકશાન થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન ઑક્સાઈડ અને હાઇડ્રોકાર્બન સૂર્યના કિરણો સાથે પ્રતિક્રિયા કરે છે જેનાથી ઓઝોન સ્તરને નુકશાન થાય છે. વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતા રાસાયણિક ગેસોને કારણે પણ ઓઝોન સ્તરને નુકશાન કરતા પ્રદુષક કણો વધારે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો