વિશ્વના અમીરોની સંપત્તિમાં ૨૦૧૮માં  રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડનો ઘટાડો - Sandesh
  • Home
  • Newspaper
  • વિશ્વના અમીરોની સંપત્તિમાં ૨૦૧૮માં  રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડનો ઘટાડો

વિશ્વના અમીરોની સંપત્તિમાં ૨૦૧૮માં  રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડનો ઘટાડો

 | 2:29 am IST

। ઝુરિચ ।

વિશ્વની ટોચના અબજોપતિઓની એકત્રિત સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં વીતેલા ત્રણ વર્ષમાં પહેલી જ વાર નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં વર્ષ ૨૦૧૮માં ૩૮૮ અબજ ડોલર (રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડ) ઘટીને ૮.૫૩ ટ્રિલિયન ડોલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા)ની સપાટીએ પહોંચી ગઇ હતી. વર્ષ ૨૦૧૫ પછી પહેલી જ વાર તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક રાજકીય ઊથલપાથલ અને શેરબજારમાં જોવા મળેલી અસ્થિરતાને કારણે આમ બન્યું છે. ચીન અને ભારત સહિત સમગ્ર એશિયા-પ્રશાંત વિસ્તારમાં અબજોપતિની સંપત્તિમાં ગયા વર્ષે ખૂબ ઘટાડો નોંધાયો હતો. યુબીએસ સહિત વિશ્વભરની ખાનગી બેન્ક્સનું માનવું છે કે અમેરિકા-ચીન ટ્રેડવોર અને અસ્થિર રાજકીય વાતાવરણને પગલે રોકાણકારો શેરબજારથી છેટા રહ્યા. તેમણે નાણા જમા કરવા પર વધુ ધ્યાન આપ્યું. જોકે યુબીએસના મુખ્ય રોકાણ અધિકારી સાયમને જણાવ્યું હતું કે આ વર્ષે ફરી અમીરોની સંપત્તિ વધી શકે છે.

અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો

વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ૫૭નો ઘટાડો થયો, ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે સંપત્તિમાં ૩૪.૫ ટકાનો વધારો

૨૦૦૮ પછી ૨૦૧૮માં પહેલીવાર અબજોપતિઓની સંપત્તિમાં અબજો ડોલરનું ધોવાણ થયું હતું

ચીનનાં ધનિકમાં ધનિક વ્યક્તિની સંપત્તિમાં ડોલરનાં સંદર્ભમાં ૧૨.૮ ટકાનો ઘટાડો થયો હતો

અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાથી ૨૦૧૮નાં અંતે અબજોપતિઓની સંખ્યા ૭૪૯

અમેરિકામાં અબજોપતિની સંખ્યા વધી

અમેરિકાને બાદ કરતાં બાકી દેશોમાં ગયા વર્ષે અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં ટેક્નોલોજી સાથે સંકળાયેલા અમીરો યાદીમાં સ્થાન મેળવતા જાય છે. ૨૦૧૮ના અંતભાગમાં અમેરિકામાં અબજોપતિઓની સંખ્યા ૭૪૯ હતી. વર્ષ ૨૦૧૭માં અમેરિકામાં ટેક અબજોપતિની સંખ્યા ૭૦ હતી જે વર્ષ ૨૦૧૮ના અંતભાગમાં વધીને ૮૯ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન